શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. - At This Time

શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.


(ચિંતન વાગડીયા દ્વારા)
ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સિંચન માટે તથા ભાઈ બહેનના પવિત્ર સંબંધને વધુ મજબુત બનાવવાના હેતુથી શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણીનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.સૌપ્રથમ પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ભાઈ બહેનના પવિત્ર સંબંધને સાર્થક કરતા ગીત,ભજન વિધાર્થીઓએ ગાઇને વાતાવરણને આનંદમય કર્યું હતું.શાળાના દરેક ભાઈઓને બહેનો દ્વારા ચાંદલો કરી રાખડી બાંધી મો મીઠું કરાવ્યું હતું.ભાઈઓએ બહેનની રક્ષા માટેના શપથ લીધા હતા.બહેનોએ પોતાના ભાઈના દુખણા લીધા હતા.રક્ષાબંધનની ઉજવણી બાદ શાળામાં રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રાખડી બનાવવાની સ્પર્ધામાં શાળાના ધોરણ 4 થી 8 ના બાળકોએ ભાગ લઈ વેસ્ટમાંથી બેસ્ટ આકર્ષક રાખડી બનાવી હતી.બાળકોએ બનાવેલી રાખડીમાંથી 1થી 4 નંબરો આપવામાં આવ્યા હતા.તમામ શિક્ષકોના સાથ સહકારથી રક્ષાબંધન કાર્યક્રમ અને રાખડી બનાવવાની સ્પર્ધાનો કાર્યક્રમ સફળ રીતે સંપન્ન થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.