બાયડમાં સાર્વત્રિક રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.
ગઈકાલે બાયડ તાલુકામાં રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ સુદ પૂનમ નાળિયેરી પૂનમ તરીખે પણ ઓળખાય છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારે બ્રાહ્મણો જનોઈ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયા ની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રક્ષાકવચ બાંધી ભાઈની ઉન્નતિ અને દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.નાના ભૂલકાંઓથી મળી વડીલો રક્ષાબંધનની ઉજવણી કરતા હોય છે.બહેન ભાઈ ને રક્ષાકવચ બાધી છે અને ભાઈ બહેન ને ભેટ આપે છે.દંતકથા પ્રમાણે ભગવાન શ્રીકષ્ણ શેરડી ખાઈ રહ્યા હતા ત્યારે શેરડી તેમના આંગળી પર વાગી હતી ત્યારે દ્રોપદી એ તેમની સાડી નો છેડો ફાડી ને શ્રીકૃષ્ણ ની આંગળી એ બાધી દેતા.એ દિવસ થી ભગવાન શ્રીકષ્ણ એ તેમની રક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો ત્યાં થી રક્ષાબંધન ની શરૂવાત થઈ હતી.મેવાડ ના મહારાણી કર્મવતી એ હુમાયુ ને રક્ષાકવચ મોકલી ભાઈ બનાવ્યા હતા.રક્ષાબંધન ના પવિત્ર તહેવારે બલીપૂજન કરીને બલીને હાથે રક્ષાકવચ બધીને લક્ષ્મીજી ને પ્રભુ એ છોડાવ્યા હતા..રક્ષાબંધન તહેવાર બહેન માટે પોતાના વહાલસોયા ભાઈ માટે નિર્મળ અને નિસ્વાર્થ ભાવે શુભેચ્છા ઓ નું પવિત્ર પ્રતીક છે.અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.