રાજકોટમાં 24 કલાકમાં વેપારી સહિત 6 લોકોનો આપઘાત
રાજકોટમાં 24 કલાકમાં વેપારી સહિત 6 લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મિત્રએ લોન ન ચૂકવતા વેપારીએ દુકાનમાં જ ગળાફાંસો લગાવી લીધો હતો, જ્યારે એક કિસ્સામાં કારખાનેદારના યુવાન પુત્રએ મોત વ્હાલું કર્યું છે. જેમાં આપઘાતનું કારણ અકળ છે.
પ્રથમ બનાવવામાં મોરબી રોડ પર જકાતનાકા પાસે સંગીતા પાર્કમાં રહેતા જીવનભાઈ રતાભાઈ રાઠોડ (ઉ.વ.62) તેઓએ ગત તા.10-8ના રોજ પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવારમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ કરતા વૃદ્ધ છેલ્લા કેટલાક સમયથી માનસીક બીમારી હોય અને પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં મવડી પાસે 40 ફૂટ રોડ પર શ્રી એપાર્ટમેન્ટમાં રહેતા અને અંબિકા ટાઉનશિપ પાસેની કસ્તૂરી શાક માર્કેટ પાસે ડી-માઈક નામે જનરલ સ્ટોરની દુકાન ચલાવતા વેપારી ગોકુલભાઈ નાગજીભાઈ ગજેરા (ઉ.વ.36) એ પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જેની જાણ રાજકોટ તાલુકા પોલીસને થતાં તુરંત દોડી ગયો હતો. અને મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક બે ભાઈમાં નાનો હોવાનું અને કેટલાક સમયથી પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતાં. અહીં ભાઈ સાથે રહેતા અને દુકાન ચલાવતા હતો. શનિવારે ઘરેથી દુકાને જવાનું કહી નીકળી ગયા બાદ રાત્રે ઘરે નહીં આવતા સવારે તેના ભાઈએ તપાસ કરતા દુકાન પાસે તેના ભાઇનું બાઇક પડયું હતું. અને દુકાનનું શટર ખોલી તપાસ કરતાં યુવક દુકાનના પિલરમાં ચૂંદડી બાંધી લટકતો જોવા મળ્યો હતો. બનાવને અંગે વધુ તપાસ કરતાં મૃતકના મિત્રએ તેના નામે લોન લઈને હપ્તા નહીં ભરી વિશ્વાસઘાત કર્યો હોય અને તેને સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ પણ કરી હતી. પરંતુ કંઇ પરિણામ નહીં આવતા આ પગલું ભરી લીધાનું તેના પરિવારે જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં વડાળી ગામે રહેતાં દેવદીપસિંહ વિરમદેવસિંહ જાડેજા (ઉ.વ.20) નામનો યુવક ગઈ કાલે સાંજના છ વાગ્યા આસપાસ પોતાનાં ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તાકિદે યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. આપઘાતનું કારણ જાણવા આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ચોથા બનાવમાં મોરબી રોડ સીતારામ સોસાયટીમાં રહેતાં નુતનબેન મેહુલભાઈ સોલંકી (ઉ.વ.34) તેણીએ ગઈ કાલે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં જેની જાણ 108ને થતાં ત્યાં ટીમ પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતાં તુરંત દોડી ગયો હતો. અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
પાંચમા બનાવમાં યુનિવર્સિટી રોડ પર શીવ સંગમ સોસાયટી શેરી નં-3માં રહેતાં પાર્થભાઈ અશોકભાઈ વોરા (ઉ.વ.27) નામનાં યુવકે ગઈ કાલે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં તુરંત દોડી ગયો હતો. અને તપાસમાં મૃતકના પિતાને શાપરમાં કારખાનું છે. ત્યાં સાથે યુવક કામ કરતો હતો. યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.છઠ્ઠા બનાવમાં 150 ફુટ રીંગ રોડ પ્રિયદર્શન સોસાયટી શેરી નં-3 માં રહેતાં જયદીપ રમેશભાઈ વીસપરા (ઉ. વ.23) નામનાં યુવકે ગઈ કાલ રાત્રીના પોતાનાં ઘરે એસિડ પી લેતાં તાકિદે યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેને સારવારમાં દમ તોડી દિધો હતો. મૃતક ફર્નિચરનું કામ કરતો હતો. બે ભાઈ અને બે બહેનમાં મોટો અને માનસિક બિમાર હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.