પ્રેમપ્રકરણ મામલે પ્રૌઢના મકાન પર ચાર શખ્સોનો પથ્થરમારો: તોડફોડ - At This Time

પ્રેમપ્રકરણ મામલે પ્રૌઢના મકાન પર ચાર શખ્સોનો પથ્થરમારો: તોડફોડ


આંબેડકરનગર વિસ્તારમાં પ્રેમપ્રકરણ મામલે પ્રૌઢના મકાન પર ચાર શખ્સોએ પથ્થરમારો કરી તોડફોડ કરતા માલવીયાનગર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.
બનાવ અંગે આંબેડકરનગર શેરી નં.9માં રહેતા ચમનભાઈ અરજણભાઈ ચૌહાણ (ઉ.55)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ ઉર્ફે ગડો ડાંગર, ભરત વારસુર, આશીષ ચંદ્રપાલ અને રાજ ડાંગર રહે. તમામ આંબેડકર શેરી નં.5નું નામ આપતા માલવીયાનગર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તે કડયાકામ કરે છે. ગઈ તા. 17ના રાત્રીના સમયે તે ઘરે હાજર હતા ત્યારે બાજુની શેરીમાં રહેતો સુરેશ ઉર્ફે ગડો ડાંગર સહિતના ચારેય આરોપીઓ ઘરે આવી ગાળો બોલતા હોય અને ઘરની ડેલી પર પથ્થરના છુટા ઘા કરી ડેલીને નુકસાની પહોંચાડી હતી જેથી તેઓને શા માટે પથ્થરોના ઘા કરો છો તેવુ કહેતા તેઓ ગાળો આપવા લાગેલ હતા જેથી તેઓ અંદર જતા રહેલ હતા અને પથ્થરોના છુટા ઘા આવતા તેમને પણ ઈજા પહોંચી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીઓના કૌટુંબિક ભાઈ મનીષ ડાંગરે એક યુવતી સાથે લગ્ન કરેલ હોય અને બાદમાં મનીષ ડાંગરનું અવસાન થયેલ જે બાદ તેમના પત્ની સાથે ફરિયાદીના દિકરા ભારત સાથે લગ્ન કરવા માંગતા હોય જે આરોપીઓને પસંદ ન હોય જેથી તેમના ઘર પર છુટા પથ્થરોના ઘા કર્યા હતા.
બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.