લે આલે...હવે તો 'CUTE'નો પણ ચાર્જ લાગે છે!:ઈન્ડિગો એરલાઇન્સે વ્યક્તિ પાસેથી ક્યૂટ ચાર્જના પૈસા વસૂલ્યા; સોશિયલ મીડિયામાં ટિકિટ વાઇરલ થતા ચર્ચા શરૂ - At This Time

લે આલે…હવે તો ‘CUTE’નો પણ ચાર્જ લાગે છે!:ઈન્ડિગો એરલાઇન્સે વ્યક્તિ પાસેથી ક્યૂટ ચાર્જના પૈસા વસૂલ્યા; સોશિયલ મીડિયામાં ટિકિટ વાઇરલ થતા ચર્ચા શરૂ


ઈન્ડિગોમાં મુસાફરી કરી રહેલા એક સોશિયલ મીડિયા યુઝરે એરલાઈનને એક સવાલ પૂછ્યો હતો, જેના પછી ઈન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ હતી. 'X' પર પોસ્ટ કરતી વખતે, યુઝરે એરલાઇન્સને પૂછ્યું કે તેમની પાસેથી લેવામાં આવેલ 'ક્યુટ ચાર્જ' શું છે. શ્રેયાંશ સિંહ નામના એક સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટમાં તેની એરલાઇન ટિકિટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભાડા સિવાય એરલાઇન્સે તેમની પાસેથી 'ક્યુટ ચાર્જ' તરીકે 50 રૂપિયા વસૂલ્યા છે. આ ક્યુટ ફી શું છે?, અને આ યુઝર ડેવેલપમેન્ટ ફી પણ શું છે?
X પોસ્ટના યુઝરે પોસ્ટમાં લખ્યું, "ટિકિટના ભાડાના બ્રેકઅપમાં 50 રૂપિયાની આગળ 'ક્યુટ ચાર્જ' લખવામાં આવ્યું હતું." સ્ક્રીનશોટ શેર કરતા યુઝરે લખ્યું, "ડિયર IndiGo6E, આ 'ક્યુટ ફી' શું છે? શું તમે યુઝર્સથી ક્યૂટ બનવા માટે ચાર્જ કરો છો? અથવા તમે એટલા માટે ચાર્જ કરો છો કારણ કે તમને લાગે છે કે તમારું પ્લેન ક્યૂટ છે?" તેણે આગળ પૂછ્યું કે આ 'યુઝર ડેવલપમેન્ટ ફી' શું છે? જ્યારે હું તમારા વિમાનમાં મુસાફરી કરું છું, ત્યારે તમે મારો વિકાસ કેવી રીતે કરશો? આ 'એવિએશન સિક્યુરિટી ફી' શું છે? શું હું મુસાફરી કરતી વખતે મારી સલામતી માટે સરકારને ટેક્સ ચૂકવતો નથી? અથવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વ્યવસાયોને ઉડ્ડયન સુરક્ષા આઉટસોર્સ કરી છે? કૃપા કરીને જવાબ આપો, કારણ કે હવે તમારું આ બોવ થઈ રહ્યું છે. ક્યુટના પ્રશ્નનો ઈન્ડિગો એરલાઇને જવાબ આપ્યો...
શ્રેયાંશ સિંહના પ્રશ્નોના જવાબમાં ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું કે 'ક્યુટ ચાર્જ' એટલે કોમન યુઝર ટર્મિનલ ઈક્વિપમેન્ટ ચાર્જિસ. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, "આ મૂળભૂત રીતે એ રકમ છે જે એરપોર્ટ પર ઉપયોગમાં લેવાતા મેટલ-ડિટેકટિંગ મશીન, એસ્કેલેટર અને અન્ય સાધનોના ઉપયોગ માટે વસૂલવામાં આવે છે." વધુમાં, યુઝર ડેવલપમેન્ટ ફી એ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને જાળવણી માટેનો ચાર્જ છે અને એવિએશન સિક્યોરિટી ફી ભારતમાં એરપોર્ટ ઓપરેટરો માટે અને તેના વતી ગ્રાહકો પાસેથી તમામ ક્ષેત્રોમાં બુકિંગ પર લેવામાં આવે છે. લોકોએ મશ્કરીમાં કહ્યું- ક્યુટ લાગવું એ તો ગુનો છે!
આ સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ 'ક્યુટ ચાર્જ'ના સવાલ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ઓનલાઈન હોબાળો મચી ગયો હતો. એમ. થરેજા નામના યુઝરે લખ્યું કે, "હવે મને સમજાયું કે શા માટે ઈન્ડિગો મને ત્રણ ગણી કિંમત જણાવે છે, દેખીતી રીતે ક્યુટ લાગવું એ પણ ગુનો છે!" અન્ય યુઝર સાગર એમ નામના યુઝરે જવાબ આપ્યો, "ઠીક છે હવે એ લોકોએ પ્રશ્નોના જવાબો આપ્યા છે, તો તેઓ હવે 'એક્સપ્લેનશન ફી' પણ ઉમેરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.