કોલકાતા કાંડ:પોલીસે ડાયરીના જે પાનાં ફાડ્યાં હતાં તેમાંથી 1 પેજ દીકરી પહેલાં જ પિતાને મોકલી ચૂકી હતી
કોલકાતામાં 31 વર્ષીય ટ્રેની઼ડૉક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં એક પાનાએ સસ્પેન્સ વધારી દીધું છે. હકીકતમાં સોમવારે ભાસ્કરને જણાવ્યું હતું કે તેમની દીકરી રોજ તેની દિનચર્યાને પોતાની ડાયરીમાં લખતી હતી. તેણીએ 9 ઓગસ્ટે આરજી કર મેડિકલ કૉલેજમાં પણ કેટલાંક પેજ લખ્યાં હતાં. જેમાંથી એક પેજનો ફોટો પાડી મને મોકલ્યો હતો. પોલીસને મળેલી ડાયરીમાં આ પેજ ગાયબ હતું. જો સીબીઆઈ મારી પાસે આ પેજ માગશે તો હું તેને પુરાવાના રૂપે આપીશ. પિતાના આ નિવેદન સામે આવ્યા પછી સીબીઆઈની ટીમ બપોર પછી તેમના ઘરે પહોંચી તેમની પાસે રહેલા પેજની તસવીર લઇ લીધી હતી. મૃતકના પિતાએ એ પણ આરોપ લગાવ્યો હતો કે ડાયરીનાં મહત્ત્વનાં પાનાં પોલીસે જ ફાડી નાખ્યાં છે. એટલું જ નહીં ઘટનાસ્થળ ઉપરથી મળેલા મૃતદેહને જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં અમને બતાવ્યો નહોતો. પોલીસ ઉપર અમને ભરોશો નહોતો એટલે અમે સીબીઆઈ તપાસ માટે કોર્ટમાં ગયા હતા. { અત્યારે સુપ્રીમકોર્ટે આ કેસને પોતાના હાથમાં લઇ લીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની 3 સદસ્યવાળી બેન્ચ આ કેસની મંગળવારે સુનાવણી કરશે. { આ બાજુ ફેડરેશન અૉફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિયેશન (ફેમા)એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે થયેલી બેઠક નિર્ણયવિહીન રહી હતી. એટલા માટે ફેમાએ હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ : માથું, ગાલ, ઘૂંટણ, જડબું, નાક, હોઠ, ખભો, પગની ઘૂંટી અને પ્રાઇવેટ પાર્ટ...દરેક જગ્યાએ ઇજા હતી
મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે. જેમાં ટ્રેની ડૉક્ટરના શરીર ઉપર 16 અને અંદર 9 જગ્યાએ ઊંડી ઇજા પહોંચી છે. જેમાં માથું, ગાલ, હોઠ, જડબાંની જમણી બાજુ, નાક, ડાબો હાથ, ડાબો ખભો, ડાબો ઘૂંટણ, પગની ઘૂંટી અને પ્રાઇવેટ પાર્ટનો સમાવેશ થાય છે. મૃતકનાં ફેફસાંમાં લોહી જામી ગયું હતું. રિપોર્ટમાં ‘પેનિટ્રેશનઇનસર્શન’ શબ્દનો ઉપયોગ કરાયો છે. જેનો અર્થ દુષ્કર્મ થયેલ છે. તેણીને ગળું દબાવીને મારી નાખવામાં આવી છે. મૃતકના એન્ડોસર્વિકલ કેનાલમાં કેટલાંક દ્રવ્ય મળ્યાં છે, જેને ફૉરિન્સિક તપાસ માટે મોકલ્યાં છે. મૃતકની માતાએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીના હાથ સહિત કેટલાંય હાડકાં તૂટેલાં હતાં, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરાયો નથી. ફેક ન્યૂઝ ફેલાવનાર 1 હજાર લોકોને શોધી લેવાયા
કોલકાતા પોલીસે આ કેસમાં કથિત ભ્રામક સમાચારો ફેલાવનાર અને પીડિતાની તસવીર તથા નામનો ખુલાસો કરનારા આશરે 1 હજાર લોકોની ઓળખ કરી લીધી છે. જેમાં 65ને સમન્સ મોકલ્યાં છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના સિનિયર રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાય સિવાય 11 ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે. હત્યાના સ્થળના નક્કર પુરાવા હજુસુધી મળ્યા નહીં
તપાસ એજન્સીએ અત્યાર સુધી ચેસ્ટ મેડિસિન વિભાગના પૂર્વ અધ્યક્ષ, મૃતકના સહકર્મીઓ અને ડ્રાઇવરો સહિત 60 લોકોની પૂછપરછ કરી છે. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેઇની ડૉક્ટરની હત્યા ક્યાં થઈ એ હજુ સ્પષ્ટ થયું નથી. ટીએમસી હત્યાની વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ ઉપર કાર્યવાહી કરી રહી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.