દક્ષિણા મૂર્તિ લોકશાળા મણાર ખાતે રક્ષાબંધનની પર્વની ઉજવણી કરવામાં આવી
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા મણાર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી છાયાબેન પારેખ ઉપસ્થિત રહ્યા
શ્રીમતી છાયાબેન પારેખે સંસ્થામાં આવતાની સાથે જ નાળિયેરીના વૃક્ષને રક્ષા બાંધીને તેના જતન અંગેની શીખ આપી. કાર્યક્રમની શરૂઆત સંગીત વૃંદે સરસ મજાના ગીતથી કરી, આ પ્રસંગે મણારથી શ્રી પોપટભાઈ બાથાણી મણારના અગ્ર ગણ્ય નાગરિક અને હેત પેલેસ ના માલિક તેમજ શ્રી સંજયભાઈ જેઓ તળાજા તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ છે તે તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા , મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, સંસ્થાના આચાર્ય શ્રી ડાહ્યાભાઈ ડાંગરે મહેમાનનો આવકાર પરિચય કરાવ્યો , ધોરણ 12 ના વિદ્યાર્થી ની બારૈયા પાયલ બહેને રક્ષાબંધન પર્વ અંગેનું પોતાનું સ્વાધ્યાય રજૂ કર્યું, સંસ્થામાં નાના ભૂલકાઓ સગાભાઈ બહેન દ્વારા પ્રતિક રક્ષાબંધન કરવામાં આવ્યું, આજના મુખ્ય મહેમાન શ્રીમતી છાયાબેન પારેખે પોતાની આગવી શૈલીમાં રક્ષાબંધન પર્વની અને તેના મહત્વની રજૂઆત કરીને શ્રોતા ગણને મંત્રમુગ્ધ કરી દીધા તે ઉપરાંત વિદ્યાર્થીને પોતાના અભ્યાસકાળ દરમિયાન વિકાસ માટે ધ્યાનમાં રાખવાની પાંચ બાબતોથી માહિતગાર કર્યા , ત્યારબાદ શાળાની બહેનો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધીને મોં મીઠું કરીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી , ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા શ્રીમતી છાયાબેન પારેખ ને શાલ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું , સંસ્થાના ગૃહ માતા જયાબેન માલમ દ્વારા આભાર વિધિ કરવામાં આવી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષિકા શ્રીમતી કંચનબેન થડોદાએ કર્યું, આ કાર્યક્રમમાં સંસ્થાનો સમગ્ર સ્ટાફ તેમજ મોજીલા શિક્ષણના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.