જસદણ નગરપાલિકામાં પ્રમુખનું રોટેશન જાહેર કરતું શહેરી વિકાસ મંત્રાલય - At This Time

જસદણ નગરપાલિકામાં પ્રમુખનું રોટેશન જાહેર કરતું શહેરી વિકાસ મંત્રાલય


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન છે ઓબીસી અનામતને કારણે ચુંટણી હજું જાહેર થઈ નથી પણ નીમેલ ઝવેરી પંચે તેમનો રિપોર્ટ સરકારમાં જમાં કરાવી દેતાં તેથી પ્રમુખનું રોટેશન શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં જસદણ નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ સામાન્ય બીજા અઢી વર્ષ સામાન્ય મહિલા માટે અનામતનું રોટેશન બહાર પાડવામાં આવ્યું છે જસદણ નગરપાલિકામાં સાત વોર્ડના કુલ મળી ૨૮ ઉમેદવારોની ચુંટણી યોજાશે જૉ કે હજું ચુંટણીને ઘણી વાર હોવા છતાં કેટલાંય લોકો તૈયારી કરી રહ્યાં છે અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકામાં હાલ વહીવટદારના શાસનમાં બેફામ ગેરરિતી થઈ રહી છે પ્રજાના પૈસાનો બેફામ બગાડ અને લોકો પણ સમસ્યાઓથી કણસી રહી છે આમ છતાં પણ જિલ્લા રાજ્યનાં અધિકારીઓ દ્ધારા તંત્રના જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.