વિસાવદરના વહીવટી તંત્રે મિડિયાને અલગ રાખી રાષ્ટ્રીય પવૅ ઉજવ્યો
વિસાવદરના વહીવટી તંત્રે મિડિયાને અલગ રાખી રાષ્ટ્રીય પવૅ ઉજવ્યોવિસાવદર તાલુકાના વહિવટી તંત્રે ફરી પોતાની મનમાની અને તુઘલખ વહીવટનું ઉદાહરણ આપ્યું.ગયા વર્ષે ધ્વજ વંદન કાર્યક્રમમાં કરેલી ભૂલોને ઉજાગર કરી અને પ્રજા સમક્ષ મૂકી એટલે આ વખતે મિડિયાને દૂર જ રાખ્યું.સામાન્ય રીતે હેલ્મેટ કે લાયસન્સ ન હોય તો દંડ ફટકારતી આ સિસ્ટમમાં જો અધિકારી ધ્વજની સલામી વખતે ભૂલ કરે તો ક્ષમ્ય કેમ ગણાય? રોડ રસ્તાઓ માટે જો પ્રજાને ઉજાગર કરવામાં આવે તો તેમાં મરચાં કેમ લાગે છે.મનફાવે ત્યાં રોડ પર ગતિ અવરોધક રાખીને પ્રજાને પરેશાન કરવામાં બાકી નથી રાખતી આ અમલદાર શાહી સડેલી સિસ્ટમ હવે પ્રજાની સાથે મિડિયાનો અવાજ પણ ઘૂટવા માંગે એવું લાગે છે.પ્રજાની પરસેવાની કમાણી પર તાગડધીન્ના કરતા બણગા ફૂંકતા અધિકારીઓ પ્રજાના દુખ દર્દની ક્યાં પડી છે.વાર તહેવારે હાથમાં સાવરણો લઈ ને નીકળી પડતાં ફોટુપ્રેમી આ અધિકારીઓને શહેરની ગંદકી નથી દેખાતી.અણધડ વહીવટની સામે ખુલ્લેઆમ વિરોધ કરતા મિડિયાને તંત્રે રાષ્ટ્રીય પર્વથી અલગ રાખી એમ સાબિત કર્યું કે અમારી અમલદારી સામે ચૂપ રહો નહીંતર રાષ્ટ્રીય પવૅ પણ તમને સાથે મળીને ઉજવવાનો કોઈ હક નથી.આ માટે વિસાવદરની મિડીયા ટીમ આગામી દિવસોમાં એક ચોક્કસ કાયૅ ક્રમ આપશે તેવી ચર્ચાઓ થઈ રહી છે
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.