જસદણના ગોખલાણા ગામે પાંચ વાડીમાંથી ઇલે. મોટર-વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો - At This Time

જસદણના ગોખલાણા ગામે પાંચ વાડીમાંથી ઇલે. મોટર-વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો


(રિપોર્ટ વિજય ચૌહાણ)
જસદણના ગોખલાણા ગામે તસ્‍કરો પાંચ વાડીમાંથી ઇલેકટ્રીક મોટર, કેબલ વાયર તથા પાઇપ ચોરી કરી ગયા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ગોખલાણા ગામે રહેતા ગોબરભાઇ દુદાભાઇ ખેતરીયા, મગનભાઇ શામજીભાઇ, બાબુભાઇ તળશીભાઇ, મકુભાઇ જીવરાજભાઇએ વાવવા રાખેલ વાડીમાંથી તથા રામજીભાઇ દેવરાજભાઇની વાડીમાંથી તસ્‍કરો બોરના કુવામાંથી ઇલેકટ્રીક મોટર નંગ-5, કેબલ વાયર તથા પાઇપ, કિ. રૂ.51,000/- ની ચોરી કરી ગયા હતાં. આ અંગે ગોબરભાઇએ ફરીયાદ કરતા જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે માહીતી અનુસાર આ તસ્કરોને ઝડપી પાડ્યા હતા જેમા ભગવાન દિન રાધેશ્યામ ગુપ્તા, શ્રવણ દિલીપ રાધેશ્યામ યાદવ, અબ્દુલ અમીર રફાય તુલા, અબ્દુલ હનનાંન ગુલામ વારિસ, અહેમદ ઉન મોહમ્મદ અંસારી, જમાલુદ્દીન જલાલુદ્દીન પઠાણ નામના છ ઈસમોને ઝડપી પાડ્યા છે અને આ છ ઇસમોની ચોરી અંગેની પૂછપરછ જસદણ પોલીસે હાથ ધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.