મહાકુંભ:75 દેશના 25 કરોડ લોકો આવશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થતા મહાકુંભ આડે પાંચ મહિના બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે. એવો અંદાજ છે કે 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે. પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા રજૂ થશે. મહાકુંભમાં પહેલીવાર મહારાજા હર્ષવર્ધન વિશે જાણકારી અપાશે. તેઓ આ મહા આયોજન માટે મોટાપાયે દાન આપતા હતા. ચીની યાત્રી હ્યુઅન ત્યાંગે પોતાના વૃતાંતમાં આ અંગે નોંધ લખી હતી. 12 વર્ષ પછી યોજાનાર કુંભ મેળાની તૈયારી માટે ઉત્તર પ્રદેશ સરકાર 2500 કરોડથી વધારે ખર્ચ કરી રહી છે. નોંધનીય છે કે, દેશમાં ત્રણ સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે. શાહી સ્નાન માટે 2500 ટ્રેન, 10 હજાર બસ દોડશે, સરકાર 2500 કરોડ ખર્ચશે
ડ્રોન, સીસીટીવી કેમેરા સાથે એઆઇનો ઉપયોગ થશે. મેળા વિસ્તારમાં અને પ્રયાગરાજ શહેર સીસીટીવીથી સજ્જ થશે. ઉપકરણો પાછળ 400 કરોડ રૂપિયા ખર્ચાશે.
5 એકરમાં ફેલાયેલા સાંસ્કૃતિક ગ્રામમાં એઆર અને વીઆર હબ બનાવવામાં આવશે. જેમાં મહાકુંભનું પૌરાણિક, ઐતિહાસિક, આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવવામાં આવશે. કાળખંડમાં મહાકુંભની યાત્રા રજૂ કરાશે.
મૌની અમાસ પર શાહી સ્નાનમાં 6 કરોડ લોકો આવશે એવી શક્યતા છે. 2025 ટ્રેનો અને 10 હજાર બસો દોડશે.
2029નો મહાકુંભ 3200 હેક્ટરમાં હતો. આ વખતે 4 હજાર હેક્ટર વિસ્તારમાં હશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.