જસદણની સગીરા પર બનેવીએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી: આરોપીની ધરપકડ
મેડિકલ ચેકઅપમાં સગીરાને છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું: પોકસો હેઠળ નોંધાતો ગુનો
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ પંથકમાં રહેતી સગીરા પર તેના જ બનેવીએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાઇ છે. બાબરાનો યુવાન અવાર નવાર સસરાના ઘરે આવતો હોય જયારે ઘરે કોઇ ન હોય ત્યારે એકલતાનો લાભ લઇ સગીરા પર દુષ્કર્મ ગુજારતો હતો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જસદણમાં રહેતી 17 વર્ષની સગીરાની માતાએ તેમના કૌટુંબીક જમાઇ કિશન આલાભાઇ ચાવડા (રહે.બાબરા) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમના કૌટુંબીક જમાઇ કિશનભાઇના સસરાનું ઘર સગીરાના ઘર પાસે જ હોય જેથી તે અવાર નવાર સસરાના ઘરે આવતો હતો ત્યારે આ સગીરા સાથે પરિચય થતા 2022ની સાલથી અત્યાર સુધી અવારનવાર જસદણમાં કિશને તેમના સસરાના ઘરે જ એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ સગીરા કયાંક જતી રહેતા તેમના પરિવારે શોધખોળ કરી હતી અને તેજ સમયે કિશન પણ પોતાના ઘરે હાજર ન મળતા બન્ને સાથે જ કયાંક ભાગી ગયાનું માલુમ પડતા પોલીસ તપાસ બાદ બન્નેને પોલીસે શોધી કાઢયા હતા અને સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવતા તેમને છ માસનો ગર્ભ હોવાનું ખુલતા આરોપી કિશન વિરૂધ્ધ અપહરણ અને પોકસો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.