હિંદુ ટોળાએ હિજાબ પહેરેલી મુસ્લિમ મહિલાઓને માર માર્યો:બાંગ્લાદેશમાં રોષે ભરાયેલાં હિંદુ ટોળાંએ મુસ્લિમ લોકોનાં ઘર પર હુમલા કર્યા, જાણો શું છે વાઇરલ વીડિયોનું સત્ય - At This Time

હિંદુ ટોળાએ હિજાબ પહેરેલી મુસ્લિમ મહિલાઓને માર માર્યો:બાંગ્લાદેશમાં રોષે ભરાયેલાં હિંદુ ટોળાંએ મુસ્લિમ લોકોનાં ઘર પર હુમલા કર્યા, જાણો શું છે વાઇરલ વીડિયોનું સત્ય


બાંગ્લાદેશમાં બળવા પછી વચગાળાની સરકાર હવે એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. બાંગ્લાદેશમાં મોટા પાયે વહીવટી ફેરબદલના ભાગરૂપે સાત દેશોમાંથી રાજદૂતોને પાછા બોલાવવામાં આવ્યા છે. આ દાવા સાથે જોડાયેલી ટ્વિટ અમને The Muslim નામના એક્સ અકાઉન્ટ પર મળી. ટ્વિટમાં લખ્યું હતુ- બાંગ્લાદેશી હિન્દુ ભીડે હિજાબ પહેરીલી મુસ્લિમ મહિલાઓ ઉપર હુમલો કર્યો. મુસ્લિમ ઘર પર હુમલો કરવામાં આવ્યો કેમ કે તેઓ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયના અસુરક્ષિત હોવાની ફરિયાદ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: The Muslim એકાઉન્ટ પરથી કરવામાં આવેલી આ ટ્વીટને લગભગ 2100 લોકોએ લાઈક કરી હતી. તે જ સમયે તેને 1600 વખત રિપોસ્ટ કરવામાં આવી છે. The Muslim ને X પર 71 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તપાસ દરમિયાન અમને શિરીન ખાન નામના વેરિફાઇડ એક્સ યૂઝરની પોસ્ટ મળી. શિરીને તેમાં લખ્યું હતું - બાંગ્લાદેશમાં એકલી જઈ રહેલી મુસ્લિમ મહિલા પર હિંદુ લઘુમતી પુરુષોએ હુમલો કર્યો હતો. હવે કોઈ કશું બોલશે નહીં. ( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: X પર શિરીન ખાનને 41 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તે જ સમયે, શિરીનના આ ટ્વીટને 3400 લોકોએ લાઇક કરી અને 1700 લોકોએ રિપોસ્ટ કરી. તે જ સમયે હારૂન ખાન નામના ભૂતપૂર્વ યુઝરે પણ તેના ટ્વીટમાં લખ્યું - આ બાંગ્લાદેશ છે. હિંદુ લઘુમતીઓ મુસ્લિમો પર હુમલા કરી રહ્યા છે પરંતુ ભારતીય મીડિયા તેને ક્યારેય બતાવશે નહીં.( આર્કાઇવ ટ્વિટ ) ટ્વિટ જુઓ: શું છે વાયરલ દાવાનું સત્ય? દાવાની હકીકત જાણવા માટે, અમે ગૂગલ ઈમેજીસ પર વાયરલ વીડિયોની કીફ્રેમને રિવર્સ સર્ચ કર્યા. તપાસ દરમિયાન અમને બાંગ્લાદેશી સમાચાર વેબસાઇટ somoynews પરથી એક લેખ મળ્યો. 02 ઓગસ્ટ 2024 ના રોજ પ્રકાશિત આ લેખની હેડલાઇન હતી - 'વિદ્યાર્થી લીગ-યૂથ લીગે નરસિંગડીમાં રિઝર્વેશન સિસ્ટમનો વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો' સ્ક્રીનશોટ જુઓ: somoynewsના લેખમાં લખ્યું હતું - નરસિંગડીમાં સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને છાત્રલીગ-યુથ લીગના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન હિંસક અથડામણમાં 10 લોકો ઘાયલ પણ થયા હતા. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ છાત્ર લીગ શેખ હસીનાની પાર્ટી અવામી લીગનું વિદ્યાર્થી સંગઠન છે. (આર્કાઇવ લિંક ) તપાસ દરમિયાન અમને ajkerpatrikaનો પણ આર્ટિકલ મળ્યો. 2 ઓગસ્ટ 2024ના રોજ પબ્લિશ થયેલાં આ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતુ કે- સરકારી નોકરીમાં આરક્ષણ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં વિદ્યાર્થીઓ નરસિંગડી પ્રેસ ક્લબના ચાર રસ્તે બપોરે 3 વાગ્યે એકઠા થયા હતા. આ સમયે વિદ્યાર્થી લીગ અને જુબો લીગના નેતાઓ અને અન્ય કાર્યકર્તાઓએ આંદોલનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખરાબ રીતે માર્યા. ( આર્કાઇવ લિંક ) સ્ક્રીનશોટ જુઓ: જેથી સ્પષ્ટ છે કે બાંગ્લાદેશમાં હિજાબ પહેરેલી મુસ્લિમ મહિલાઓને હિંદુ ટોળાએ માર માર્યો હોવાનો સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને શેખ હસીનાની પાર્ટી અવામી લીગના વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશ છાત્ર લીગના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાઓમાં કોઈ સત્ય નથી. ખોટા સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in ઈમેલ કરો અને WhatsApp- 9201776050 કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.