સંસદમાં ગુંડાની જેમ લડ્યા સાંસદો, VIDEO:30 મિનિટ સુધી તુર્કીની સંસદમાં પક્ષ-વિપક્ષ વચ્ચે ટપાટપી, લોહીના છાંટા ઉડ્યા; ઝપાઝપીમાં 3 ઘાયલ - At This Time

સંસદમાં ગુંડાની જેમ લડ્યા સાંસદો, VIDEO:30 મિનિટ સુધી તુર્કીની સંસદમાં પક્ષ-વિપક્ષ વચ્ચે ટપાટપી, લોહીના છાંટા ઉડ્યા; ઝપાઝપીમાં 3 ઘાયલ


વીડિયો જોતા એક નજરે એવું લાગે કે આ કોઈ ગુંડાઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, પરંતુ આ કોઈ ગુંડાઓ નથી સાંસદો છે. શુક્રવારે તુર્કીની સંસદમાં મારામારી થઈ હતી. સાંસદોએ એકબીજાને લાતો અને મુક્કા માર્યા હતા. આ લડાઈ લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. જેમાં વિપક્ષના ત્રણ સાંસદો ઘાયલ થયા હતા. વીડિયો ફૂટેજમાં સ્પીકરના પોડિયમના પગથિયાં પર લોહીના છાંટા પણ જોવા મળ્યા હતા. વાસ્તવમાં વિપક્ષી સાંસદે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનની પાર્ટીને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું. આના પર એર્દોગનની એકેપી પાર્ટીના એક નેતાએ વિપક્ષી નેતા અહેમદ સિક પર હુમલો કર્યો. ઝઘડો વધી ગયો અને સાંસદોએ એકબીજા પર મુક્કા મારવાનું શરૂ કરી દીધું. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તુર્કીની સંસદમાં લડાઈના ફૂટેજ જેલમાં બંધ સાંસદને લઈને બેઠક યોજાઈ હતી
શુક્રવારે તુર્કીની સંસદમાં વિશેષ સત્રની બેઠક યોજાઈ રહી હતી. આમાં એક સાંસદ કૌન અટલે વિશે ચર્ચા ચાલી રહી હતી. અટલેએ 2013માં એર્દોગન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ઘણી હિંસા થઈ હતી. આ પછી અટલેની ધરપકડ કરવામાં આવી હતી. એટલે 2013થી જેલમાં છે. વર્ષ 2022માં તેને 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અટલે ગયા વર્ષે મે મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવી હતી. તે ડાબેરી ટીઆઈપી પાર્ટીમાંથી સાંસદ બન્યા. સંસદમાં તેમની ત્રણ સીટ છે. આ પછી, એર્દોગનની પાર્ટી અટાલેની સંસદની સદસ્યતાને નકારી કાઢતું બિલ લાવી. આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. 1 ઓગસ્ટના રોજ તુર્કીની સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો જેમાં સંસદના નિર્ણયને રદ કરવામાં આવ્યો. અટલે ફરી સાંસદ બન્યા. કોર્ટે સાંસદ તરીકેના તેમના તમામ અધિકારો પુનઃસ્થાપિત કર્યા. કોર્ટે સાંસદને મુક્ત કરવાનો આદેશ કર્યો
કોર્ટે અટલેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો. વાસ્તવમાં અટલે કોર્ટમાં અરજી કરી હતી કે જેલમાં હોવાને કારણે તે પોતાના વિસ્તારમાં કામ કરી શકતા નથી. તેમને 5 વર્ષ જેલમાં રહેવામાંથી મુક્તિ મળવી જોઈએ. તે તેમની મુદત પૂરી કરીને જેલમાં પાછા જશે. કોર્ટે તેમની માગણી સ્વીકારી હતી. કોર્ટના આ નિર્ણય પર સંસદમાં ચર્ચા ચાલી રહી હતી. અટલેની પોતાની પાર્ટીના નેતા અહેમદ સિક ભાષણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું, “અમને આશ્ચર્ય નથી કે શાસક પક્ષના ઘણા સાંસદો અટલેને આતંકવાદી કહે છે. તમારી વિરુદ્ધ બોલનારા બધાને તમે આતંકવાદી કહો છો, પરંતુ સૌથી મોટા આતંકવાદી તમે અહીં સાંસદ તરીકે બેઠેલા લોકો છો. તમારી પાર્ટી આતંકવાદીઓની પાર્ટી છે. તેમના નિવેદનથી સંસદમાં હોબાળો શરૂ થયો હતો. ધક્કામુક્કીના કારણે સંસદની કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ હતી. ત્રણ કલાકથી વધુના વિરામ બાદ સત્ર ફરી શરૂ થયું. સ્પીકરે વિપક્ષી પાર્ટીના નેતા સિકને એર્દોગનની પાર્ટી વિરુદ્ધના નિવેદનો બદલ ઠપકો આપ્યો હતો. સ્પીકરે સિક પર હુમલો કરનારા નેતાઓને પણ ફટકાર લગાવી હતી. લડાઈમાં સામેલ બંને સાંસદો પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.