લુણાવાડા વાસમો યુનિટ મેનેજર દ્વારા 3.58 કરોડ રૂપિયાની નાણાકીય વસૂલાત ની એજન્સીને નોટિસ
લુણાવાડા વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા ૨૧ ગામોમાં નલ સે જલ યોજનાની તકલાદી કામગીરીઓ કરનાર ઈજારદાર કૌશિકને ૩.૫૮ કરોડ રૂપિયાની નાણાકીય વસૂલાતની નોટિસ
ગુજરાત રાજ્ય મા નલ સે જલ યોજનાની કામગીરીઓમાં સૌથી વઘુ બહુચર્ચિત બનેલા મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરીઓના બહાર આવેલા ભયંકર ભ્રષ્ટાચાર સંદર્ભમાં ગાંધીનગર વિજિલન્સ કચેરીના તપાસ અહેવાલના આદેશના પગલે લુણાવાડા સ્થિત જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાંસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા ખાનપુર તાલુકાના કૌશિક નામના ઇજારદાર દ્વારા નલ સે
જલ યોજના ની કરેલ તકલાદી
કામગીરીઓ બદલ ૩.૫૮ કરોડ
રૂપિયાના નાણાકીય વસૂલાત
માટે કાર્યલય આદેશની નોટિસ
ફટકારતા નલ સે જલ યોજના
કામગીરીઓમાં ગેરરીતિઓ
આચારનારા ભ્રષ્ટાચારી
ઈરજાદારો અને તત્કાલીન
સમયના વાસ્મો કચેરીના
સત્તાધીશો માં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. એટલા માટે કે મહીસાગર જિલ્લાના નલ સે જલ યોજનાનીકામગીરીઓના બહાર આવેલા ભ્રષ્ટાચાર સંદર્ભમાં નાણાકીય વસુલાતની સાથોસાથ ગુજરાત સરકાર દ્વારા સી.આઈ.ડી ક્રાઈમ અગર તો અન્ય એજન્સીને કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવાના આદેશો આપે એવી ભયભીત ચર્ચાઓ શરૂ થવા પામી છે.
લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા ગાંધીનગર તકેદારી એકમ ના તપાસ અહેવાલ ના આદેશ ના આધારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ના ૫ ગામો લુણાવાડા તાલુકાના ૫ ગામો અને ખાનપુર તાલુકાના ૧૧ ગામો એટલે કે ૨૧ ગામોમાં નલ સે જલ યોજના ની ૨૯ જેટલા કામો ની કરવામાં આવેલી કામગીરીઓની ચકાસણીઓ કરવામાં આવતા સંખ્યાબંધ ગેરરીતીઓ બહાર આવી હતી આ નળ સે જલ યોજનાની કામગીરીઓ સામે તબક્કાવાર બિલો રજૂ કરીને બિલો પેટે લુણાવાડા વાસ્મો કચેરી દ્વારા કરવામાં આવેલા નાણાકીય ચુકાવણાઓ સંદર્ભમાં ખાનપુર તાલુકાના ઇરજારદાર કૌશિક ને ૩.૫૮ કરોડ રૂપિયાની નાણાકીય વસુલાત માટે લુણાવાડા વામો કચેરી ના યુનિટ મેનેજર દ્વારા દીન સાતમાં આ નાણાકીય
વસુલાત માટે કાર્યાલય આદેશ ની નોટિસ ફટકારીને આ નાણા ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનીટશન યુનિટના બેંક ખાતામાં પરત જમા કરાવીને જે તે ગામની પાણી સમિતિઓને નાણા પરત જમા કરાવ્યા હોવાની જાણ કરવાનો આદેશ ફરમાવીને દરેક ગામોના સરપંચો પાણી સમિતિઓના સભ્ય સચિવ અને તલાટી કમ મંત્રીઓને પણ આ નાણાકીય વસુલાતની નોટિસની જાણ કરવામાં આવતા નલ સે જલ યોજનાના એ ભ્રષ્ટ ઈજારદારોમાં ભયંકર ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.