હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ગંદા પાણીની ફરિયાદ કરી, VCએ સેમ્પલ લેવડાવ્યાં
પાણીના ધાંધિયાનો વિરોધ કરવા વિદ્યાર્થીઓ ડોલ લઈને VC બંગલે પહોંચ્યા હતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફરી પાણીના ધાંધિયા શરૂ થતા ગુરુવારે રાત્રે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને એબીવીપીના આગેવાનો ડોલ લઈને કુલપતિ બંગલે પાણીનો વિરોધ કરવા પહોંચ્યા હતા. ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ધરણાં કર્યા હતા. બીજે દિવસે શુક્રવારે સવારે ફરી કુલપતિ ચેમ્બરમાં આવીને ગંદા પાણીની ફરિયાદ કરી હતી. ત્યારે કુલપતિ ખૂદ વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં પાણીની સ્થિતિનું નિરીક્ષણ કરવા ગયા હતા. વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ટાંકામાં રહેલું ગંદું પાણી કુલપતિને બતાવ્યું હતું. કુલપતિએ આ પાણીના સેમ્પલ લેવડાવ્યાં હતાં અને વિદ્યાર્થીઓને બે દિવસમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.