લોકપ્રશ્નોને સત્વરે ઉકેલવા સૂચના આપતા જિલ્લા વિકાસ અધિકારી - At This Time

લોકપ્રશ્નોને સત્વરે ઉકેલવા સૂચના આપતા જિલ્લા વિકાસ અધિકારી


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રશ્નોની રજૂઆત સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી બેઠકમાં વિવિધ કચેરીના અવેઇટ પેપર્સ, પેન્શન કેસ, નાગરિક અધિકારી પત્રો, સહિતની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપી હતી જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.