શ્રી વી.એમ.સાકરિયા મહિલા કૉલેજ બોટાદના એન.એસ.એસ. યુનિટ દ્વારા 15મી ઑગસ્ટ 2024 - 78 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી - At This Time

શ્રી વી.એમ.સાકરિયા મહિલા કૉલેજ બોટાદના એન.એસ.એસ. યુનિટ દ્વારા 15મી ઑગસ્ટ 2024 – 78 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી


સ.વ. પ. એજયુ. અને ચેરી. ટ્રસ્ટ બોટાદ સંચાલિત શ્રી વી.એમ. સાકરિયા મહિલા કૉલેજ, બોટાદના આર્ટ્સ તેમજ કોમર્સ કૉલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી આ ટ્રસ્ટ સંચાલિત સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી. 'જળ એ જ જીવન' વિષય પર મૂક અભિનયની પ્રસ્તુતિ તેમજ દેશ ભક્તિ ગીત પર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. એન.એસ.એસ. યુનિટની સ્વયંસેવિકાઓની હાજરીથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. પ્રોગ્રામ ઑફિસર દ્વારા સુંદર તૈયારી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.