ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી *કેલ્શિયમની ઉણપ પૂરી કરવી* એ અમારી કાયમી ટેવ હતી..! - At This Time

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી *કેલ્શિયમની ઉણપ પૂરી કરવી* એ અમારી કાયમી ટેવ હતી..!


ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી
*કેલ્શિયમની ઉણપ પૂરી કરવી*
એ અમારી કાયમી ટેવ હતી..!

*અને ભણવાનો તણાવ ?પેન્સિલનો પાછલો હિસ્સો ચાવી ચાવીને*
તણાવમુક્ત થઈ જતા હતા..!👍😂

અને હા ...
ચોપડીઓની વચ્ચે
*વિદ્યાના ઝાડનું ડાળું અને મોરના પીંછાંને મૂકવાથી અમે હોંશિયાર થઈ જઈશું*
એવી દૃઢ માન્યતા હતી..!😊

અને
*કપડાના થેલામાં ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું.*

ચોપડા ગોઠવવા એ જ
એ *જમાનામાં હુન્નર મનાતું હતું.*
અને ..
ચોપડાઓ ઉપર *પૂંઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો* ‌...😂

અને માતા-પિતાને
અમારા ભણતરની તો
*કોઈ ફિકર કે ચિંતા જ નહોતી.*👍

વર્ષોના વર્ષ વીતી જતા
છતાં અમારા માતા-પિતાના
પાવન પગલાં ક્યારેય
*અમારી સ્કૂલ તરફ પડતા ન હતાં.*

અને
અમારા દોસ્તો મજાના હતા.

જ્યારે
*સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા પર અને બીજાને કેરિયર પર બેસાડતા*
અમે કેટલીયે મંઝિલો ખેડી હશે,
એ અમને યાદ નથી ...

પરંતુ
થોડી થોડી બસ *અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!*

એ જમાનામાં
*ટેલિવિઝન નવાનવા આવ્યા હતા.*
કોઈક કોઈકના ઘરે જ ટેલિવિઝન હતા.
*જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.*
છતાં અમને ક્યારેય
*અપમાન જેવું લાગતું ન હતું*

નિશાળમાં
*શિક્ષકનો માર ખાતા કે અંગૂઠા પકડતા ક્યારેય શરમ કે સંકોચ* નથી અનુભવ્યો કારણ કે ....

તે વખતે ક્યારેય
*અમારો "ઇગો" હર્ટ નહોતો થતો.*
કારણ કે ...
અમને ખબર જ નહોતી કે
*ઇગો કઈ બલાનું* નામ છે ?👍🏻👍🏻😀

*માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયા* નો ભાગ જ હતો...!

*મારવાવાળો અને માર ખાવાવાળો..બંને ખુશ થતા હતા* કારણ કે ..

એકને એમ હતું
કે *ઓછો માર ખાધો* ..
અને બીજાને એમ થતું હતું
કે
*અમારો હાથ સાફ થઈ ગયો*..!
આમ બંને ખુશ...!😂😂

અમે ક્યારેય
અમારા *મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ.*

આજે અમે
*દુનિયાના ઉતાર-ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ*

અમે
*જે જીવન જીવીને આવ્યા છીએ, તેની સામે*
હાલનું જીવન કાંઈ જ નથી.

અમે *સારા હતા કે ખરાબ*....
એ ખબર નથી
પણ...
અમારો *પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા*
એ જ મહત્વનું હતું...!અને એ જે *આનંદ દિવસનો ભાથું આજે પણ અમારી ઈમ્યુનીટી વધારી* આપે છે.😉
હંમેશા ખુશ રહો મસ્ત રહો રહો.😃😜

--- *એક વિદ્યાર્થીની કલમે*✍️


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.