બોટાદ ની શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલમાં 78 માં સ્વતંત્ર દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદ ની શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલમાં 78 માં સ્વતંત્ર દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી


(પ્રતિનિધિ:-ચેતન ચૌહાણ બોટાદ)
વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ શાળાના પ્રટાગણમાં પહોંચી ગયા હતા.સૌપ્રથમ પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રભાતફેરી શાળાની નજીકની સોસાયટી અને રેલ્વે સ્ટેશન માંથી પસાર થઈ શાળામાં પરત આવી હતી. ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટી ભવાનભાઈ ડેલીવાળા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત, ઝંડા ગીત અને નારાઓ બોલી વાતાવરણને રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમથી ગુંજતું કરી નાખ્યું હતું. ત્યારબાદ 36 વિદ્યાર્થીઓએ ભાગ લઈ 6 જેટલી સાંસ્કૃતિક કૃતિ રજુ કરી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ , સ્વતંત્રતા, બલિદાન, અખંડિતતા ના સાચા દર્શન કરાવ્યા હતા. ધ્વજ વંદન કાર્યક્રમ બાદ શાળામાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં 134 વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિના,વીર શહીદોના અને તિરંગાના ચિત્રો દોરી રાષ્ટ્ર પ્રત્યે ની પોતાની ભાવના વિદ્યાર્થીઓએ ઉજાગર કરી હતી. આ ચિત્ર સ્પર્ધામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના ડાયરેક્ટર દિનેશભાઈ જાખણીયા, વિપુલભાઈ ડોડીયા, પ્રદીપભાઈ ગાબુ, આરતીબેન પરમાર , હસ્તીબેન હાંડા તેમજ તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.