લુઈસ ડ્રેફસ કંપની (LDC) એ ખેડૂત જાગૃતિ વર્કશોપ શિબિર યોજી
લુઈસ ડ્રેફસ કંપની (LDC) એ ખેડૂત જાગૃતિ વર્કશોપ શિબિર યોજી
બોટાદ સૌરાષ્ટ્રના નાના જીંજાવદર,રોહિશાળા,રાણપરી,વાંકિયા અને રાજપરા ગામોમાં SEST (શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ) ના સહયોગથી પ્રોજેક્ટ જાગૃતિ હેઠળ ખેડૂતોની વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં ગુલાબી ઈયળ એટલે કે (પિંક બોલવોર્મ - PBW) ના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે લગભગ ૭૫૦૦ ફેરોમેન ટ્રેપ્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૪ થી ૧૩ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ નાના જીંજાવદર, રોહિશાળા, રાણપરી, વાંકિયા અને રાજપરા (બોટાદ, અમરેલી જિલ્લા) ગામોમાં પ્રોજેક્ટ જાગૃતિના ભાગરૂપે એક માહિતીપ્રદ અને રસપ્રદ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પાછલા બે વર્ષે શરૂ કરાયેલ, પ્રોજેક્ટ જાગૃતિનો હેતુ કપાસના ખેડૂતોમાં ગુલાબી ઈયળના ઉપદ્રવના જોખમો વિશે જાગૃતિ લાવવાનો અને ટકાઉ કપાસની ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ લુઈસ ડ્રેફસ કંપની ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા SEST(શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ) સાથે મળીને આયોજિત કરવામાં આવેલ છે.આ કાર્યક્રમ દરમિયાન, એલડીસીએ પર્યાવરણની જાળવણી અને ટકાઉ ખેતી માટે તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, કપાસની થેલીની કિટ બનાવીને ૭૫૦૦ ફેરોમેન ટ્રેપ અને ગુલાબી ઈયળના સંકલિત જીવત નિયંત્રણ માટે PBW IPM કૅલેન્ડર્સનું વિતરણ કર્યું.
SEST (શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ) ના ડાયરેક્ટર સંગીતાબેન દવે એ BCI પ્રોજેક્ટ્સ, મહિલા સશક્તિકરણ અને લિંગ/જાતિ સમાનતા સહિત NGO ની પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. SEST અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ૬૫૦૦૦ થી વધુ ખેડૂતો સાથે કામ કરે છે.લુઈસ ડ્રેફસ કંપનીનું પ્રતિનિધિત્વ કરતા સતીશ પટેલ દ્વારા પ્રોજેક્ટ જાગૃતિ વિશે જરૂરી સમજ આપી. તેઓએ કપાસની ખેતીના મહત્વ અને ખેડૂતો અને કાપડ ઉદ્યોગ બંનેના લાભ માટે ઉચ્ચ ગુણવત્તા અને દૂષિત-મુક્ત કપાસને પ્રોત્સાહન આપવાના કંપનીના ઉદ્દેશ્ય પર વાત કરી. વર્કશોપ દરમિયાન, સતીશ પટેલે ગુલાબી ઈયળના જીવન ચક્ર અને ફેરોમોન ટ્રેપ્સ જેવા અસરકારક નિયંત્રણ પગલાં સમજાવ્યા. શિવપાલ સિંહે ગુલાબી ઈયળના મેનેજમેન્ટ પર અનુભવ શેર કર્યો અને બોલગાર્ડ ટેક્નોલોજીને ટકાવી રાખવા માટે કોટન ટેક્નોલોજી અને નિવારક પગલાં પર પ્રકાશ પાડ્યો. રણજીતભાઈ ગોવાળિયા (ગઢડા તાલુકા ઉપ. પ્રમુખ) ની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.તેમણે કપાસની ખેતી માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓની અને સરકારી સહાયક યોજનાઓ ચર્ચા કરી અને LDC અને NGO તરફથી વધુ કૃષિ પ્રોજેક્ટ ને પ્રોત્સાહન આપ્યું. ખેડૂત વર્કશોપ માં નાના જીંજાવદર અને રોહિશાળા બંને ગામોના ૪૦૦ થી વધુ ખેડૂતોની સક્રિય ભાગીદારી પ્રાપ્ત થઇ, જે આધુનિક તકનીકો અપનાવવા અને કૃષિ પદ્ધતિઓ સુધારવાની તેમની આતુરતાને પ્રતિબિંબિત કરે છે.આ વર્કશોપની સફળ સમાપ્તિ સાથે, પ્રોજેક્ટ જાગૃતિ કપાસના ખેડૂતોને મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને અદ્યતન કૃષિ ઉકેલો સાથે સશક્તિકરણ કરવાનું ચાલુ રાખશે. લુઈસ ડ્રેફસ કંપની, SEST સહયોગી પ્રયાસો આ પહેલની સતત સફળતા સુનિશ્ચિત કરે છે, જેનાથી ખેડૂતો અને કપાસ ઉદ્યોગ બંનેને મોટાપાયે ફાયદો થશે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.