ચેક પરત ફરવાના કિસ્સામાં આરોપીને ૧-વર્ષની સજા. - At This Time

ચેક પરત ફરવાના કિસ્સામાં આરોપીને ૧-વર્ષની સજા.


ચેક પરત ફરવાના કિસ્સામાં આરોપીને ૧-વર્ષની સજા.

કચ્છ ભુજ મિત્રતા ના નાતે હાથ ઉછીનાં આપેલ નાણાં પરત નહિ કરવાના લાલબત્તી રૂપ કિસ્સો કેસની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી અશ્વિન નાનજી ભદ્દા અને આરોપી મનહરલાલ ઉર્ફે મણીલાલ કાનજી રૈયાણી (રામાણી) વચ્ચે મિત્રતાના તેમજ ધંધાકીય સંબંધ રહેલ હોઈ આરોપીને હાથ ઉછીના નાંણાની જરૂરીયાત હોતા આરોપીએ ફરીયાદી પાસે હાથ ઉછીના રૂા.૧૫,૦૦,૦૦૦/- ની માંગણી કરેલ, જેથી ફરીયાદીએ આરોપી સાથે મિત્રતાના સંબંધે આરોપીને રોકડ સ્વરૂપમાં હાથ ઉછીના નાણાં આપેલ. જે લેણી રકમ ચુકવવા આરોપીએ ફરીયાદીને રૂા. ૧૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પંદર લાખ પુરા) નો સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા ભુજ શાખાનો ચેક નં.૦૩૯૦૧૪ તા.૦૭-૦૬-૨૦૧૯ વાળો આપ્યો હતો.આ કામના ફરીયાદીએ આરોપીની સુચના મુજબ વટાવવા નાખેલ ચેક “એકસીડસ એરેન્જમેન્ટ” ના શેરા સાથે પરત ફરેલ જે અંગે ફરીયાદીએ લેણી નીકળતી રકમ વસુલ કરવા આરોપીને વકીલ મારફતે લીગલ ડીમાન્ડ નોટીસ રજીસ્ટર એડીથી મોકલાવેલ પરંતું ફરીયાદીના આરોપી ઉપર લેણી નીકળતી રકમના નાંણા ચુકવી આપેલ નથી કે રકમના નાણાં આપવાની કોઈ તસ્દી લીધેલ નથી જેથી ફરીયાદ કરવાની ફરજ પડેલ જે બાબતનો કેસ નામદાર શ્રી પાંચમા અધિક ચીફ જયુ. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ, ભુજ-કચ્છ સમક્ષ ચાલેલ અને નામદાર અદાલતે ફરીયાદી તથા આરોપીની દલીલો સાંભળી આરોપીને નેગોશીએબલ ઈન્સટુમેન્ટ એકટની કલમઃ ૧૩૮ મુજબ તકસીરવાન ઠરાવી ૧-વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદીને રૂા. ૧૫,૦૦,૦૦૦/- વળતર ચૂકવવાનો હુકમ ફરમાવેલ છે.આ કેસમાં ફરીયાદી તરફે ભુજના ધારાશાસ્ત્રી હેમસિંહ સી. ચૌધરી,દિપક ઉકાણી,જીગ્નેશ લખતરીયાએ હાજર રહી ફરીયાદી તરફે કેસ ચલાવી દલીલો કરેલ હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.