સુદામડા માં સ્વતંત્રતા દિવસ ના પાત્ર અભિનય માં ઝાંસી ની રાણી પાત્ર અભિનય આકર્ષણ નું કેન્દ્ર બન્યું. - At This Time

સુદામડા માં સ્વતંત્રતા દિવસ ના પાત્ર અભિનય માં ઝાંસી ની રાણી પાત્ર અભિનય આકર્ષણ નું કેન્દ્ર બન્યું.


78માં સ્વાતંત્ર દિનની નિમિતે સાયલા તાલુકાના ના સુદામડા ગામ માં સુદામડા ગ્રામ પંચાયત અને તમામ સરકારી તેમજ સ્વનિર્ભર શાળા દ્વારા ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં યુવા સરપંચ ભાભલુભાઈ ખવડ ની આગેવાની સાથે તપસ્વી વિદ્યા સંકુલ , ઉપાસના વિદ્યાલય, શ્રીમતી ડીપી શાહ હાઇસ્કુલ,કુમાર શાળા ,કન્યા શાળા,રાજ શોભાગ જેવી તમામ શાળા ઓ ના આચાર્યો, શિક્ષકો તેમજ ઉત્સાહી બાળકો એ સહભાગી બન્યા આ ઉપરાંત તમામ શાળાના નાના બાળકોએ દેશભક્તિ ગીતો ,નાટકો , વક્તવ્ય જેવી કૃતિ રજૂ કરી ને કાર્યક્રમની સભામાં ચાર ચાંદ લગાવી દીધા જેમાં શ્રી તપસ્વી વિદ્યા સંકુલ ના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ "ઝાંસી કી રાની" કૃતિ એ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ લોકો દિલ જીતી લીધા અને દરેક દેશભક્તિ ના રંગમાં રંગાઈ ગયા. તેમજ ગ્રામજનો , શિક્ષકો, આચાર્ય, ખાસ કરીને સરપંચ ભાભલુભાઇ ખવડનું હૈયું જીતી લીધું હતું. જેની ખુશી માં સરપંચ ભાભલુભાઈ તરફથી ઝાંસી ની રાણી પાત્ર ની બાળા ને અમર સહિત ટ્રોફી,૨૧૦૦ રૂપિયા રોકડા તેમજ કટારી આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગ્રામજનો દ્વારા પણ કાર્યક્રમ માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી, વિદ્યાર્થીની નો ને પુરસ્કાર આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.. આવેલ સૌ લોકોની ભવ્ય ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી. સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.