ચોરી કરેલ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-સહિત કુલ રૂ.૨૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* - At This Time

ચોરી કરેલ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-સહિત કુલ રૂ.૨૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ*


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૧૪/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં ખાનગી વાહન માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન *બાતમી મળેલ કે,* અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાય ગયેલ જેનેશ ઉર્ફે હાર્દિક દલસાણીયા રહે.શિહોર જી.ભાવનગર વાળો ભાવનગર,યુનિવર્સીટીના ગેટ પાસે રોડ ઉપર કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ હીરો હોન્ડા પ્લસ મો.સા. રજી.નંબર-GJ-23-AB-7337 લઇને ઉભો છે.જે મોટર સાયકલ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ પાસેથી નીચે મુજબનું મોટર સાયકલ તથા મોબાઇલ ફોન મળી આવતાં તેની પુછપરછ કરતાં તે અંગે ફર્યું- ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી આ મોટર સાયકલ તથા મોબાઇલ ફોન શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

આ મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં તેણે *આજથી બે મહિના પહેલાં ભાવનગર,સર ટી હોસ્પીટલ ટ્રોમા સેન્ટરના પાર્કીંગમાંથી સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર-૦૪૧૩ની ચોરી કરેલ હતી.આ મોટર સાયકલ સાતેક દિવસ વાપરીને ભાવનગર, જિલ્લા જેલ ગ્રાઉન્ડ પાસે બાવળની કાંટમાં મુકી દીધેલ હતી. ત્યાર પછી તે બોટાદ, ભાંભણ રોડ ઉપર આવેલ હિફલી ફળીમાં કળથીયાના કારખાના પાસેથી ઉપરોકત કબ્જે કરેલ મોટર સાયકલની ચોરી કરેલ હોવાની અને અગાઉ પણ અગિયાર જેટલાં મોટર સાયકલની ચોરીમાં પકડાય ગયેલ હોવાનું જણાવેલ.* જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.આ મોટર સાયકલ ચોરી અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

*પકડાયેલ માણસઃ-*
જેનેશ ઉર્ફે હાર્દિક ધીરૂભાઇ દલસાણીયા ઉ.વ.૨૩ ધંધો-હિરાનો રહે.વાલાભાઇ ભરવાડના મકાનમાં, ભાંગના કારખાના પાછળ, રાજીવનગર, શિહોર જી.ભાવનગર

*કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-*
1. કાળા કલરનું હિરો હોન્ડા કંપનીનું રજી.નંબર-GJ-23-AB-7337 ચેસીસ નંબર-08199 તથા એન્જીન નંબર-09262વાળું મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-
2. બ્લ્યુ કલરનો ટેકનો કંપનીનો I.M.E.I. નંબર-<a href="tel:3522196221">35221962216995/<a href="tel:3522196221">3522196221 69993 વાળો મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/-મળી *કુલ રૂ.૨૫,૦૦૦/-નો મુદ્દામાલ*

*શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-*
ભાવનગર શહેર,નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૯૯/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, પ્રજ્ઞેશભાઇ પંડયા તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.