15 મી ઓગસ્ટ આઝાદીના પર્વ નિમિત્તે અમદાવાદ આરટીઓ ખાતે ધ્વજવંદન અને રોડ સેફ્ટી અને પ્રદૂષણ મુક્તિ ની જાગૃતિ અને “રિક્ષા એકતા રેલી” યોજાઈ
જય ભારત સાથે જણાવવાનું કે દર વર્ષે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા 15 મી ઓગસ્ટ આઝાદીના પર્વ નિમિત્તે રિક્ષા એકતા રેલી રાખવામાં આવે છે. તો આ વર્ષે પણ ખૂબ જ ઓછા અને આનંદ સાથે આ આઝાદીનો પર્વ મનાવવામાં આવ્યો.જેમાં અમદાવાદ આર.ટી.ઓ ના ગ્રાઉન્ડમાં શ્રી.જે.જે.પટેલ દ્વારા ધ્વજ વંદન કરવામા આવ્યુ.ત્યારબાદ રોડ સેફટી અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આવેલ મહેમાન આરટીઓ ના તમામ અધિકારીશ્રીઓ તથા આર.જે બારેવડીયા સાહેબ તથા ડો. રજીકાબેન કચેરીયા તથા મહેન્દ્રા મહાલક્ષ્મી ઓટોમોબાઇલ્સ તરફથી ચિન્મય ભાઈ તથા અન્ય મહેમાન શ્રી ઓ દ્વારા લીલી જડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ રેલી અમદાવાદ આરટીઓ ગ્રાઉન્ડમાંથી શરૂ કરી સુભાષ બ્રિજ સર્કલ થી ગાંધી આશ્રમ થી વાડજ સર્કલ થી ઉસ્માનપુરા ચાર રસ્તા થી ઇન્કમટેક્સ બ્રીજ નીચેથી જમણી બાજુ સ્ટેડિયમ પાંચ રસ્તાથી સીજી રોડ પંચવટી સર્કલથી જમણી બાજુ સીએન વિદ્યાલય થી પાંજરાપોળ ચાર રસ્તાથી જમણી બાજુ ગુજરાત યુનિવર્સિટી થઈ નવરંગપુરા ફાયર સ્ટેશન થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા થી ડાબી બાજુ વાડજ સર્કલ થી જમણી બાજુ ગાંધી આશ્રમ થઈ અમદાવાદ આરટીઓ ગ્રાઉન્ડમાં પરત... ખુબ જ શાંતિપૂર્ણ રીતે આ રેલી માં આશરે 500 રિક્ષા ડ્રાઇવર જોડાયા હતા . આ રેલી નું સ્વાગત કરવામાં આવ્યું હતું .
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.