મેંદરડા ના અરણિયાળાં ગામે કરોડોના ખર્ચે બંધાશે નવી પ્રાથમિક શાળા, આસપાસના વિદ્યાર્થીઓને મળશે ઘરઆંગણે શિક્ષણ
જૂનાગઢ ના મેંદરડા તાલુકાના અરણિયાળાં તેમજ નજીક ના ગામના બાળકોને માધ્યમિક શિક્ષણ આપવા અરણિયાળાં ગામે અંદાજિત 1.5 કરોડના ખર્ચે નવનિર્મિત માધ્યમિક શાળા બાંધવામાં આવશે.
ગામના અગ્રણી પ્રભાત બકોત્રા જણાવ્યું કે, અરણિયાળાં ગામે જર્જરિત બિલ્ડીંગનાં અભાવે અત્યારે બાળકો ગામની પ્રાથમિક શાળાના વધારાનાં ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે. બાળકોના શિક્ષણમાં પડતી મુશ્કેલીના કાયમી નિવારણ લાવવા રાજ્ય સરકારે શાળા માટે સંપૂર્ણ સુવિધાથી સજ્જ નવનિર્મિત બિલ્ડીંગ બનાવવા રૂપિયા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે.
બિલ્ડીંગનાં અભાવે જગ્યા પ્રમાણે જ ઓછી માત્રામાં બાળકોને પ્રવેશ આપવામાં આવતો હતો. શાળાના નવનિર્મિત બિલ્ડીંગમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે નહીં. આ સમાચારથી અરણિયાળાં તથા આજુબાજુના ગામોમાં સર્વત્ર આનંદ છવાયો છે.
9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.