ટ્રમ્પ અને મસ્ક બન્યા માઇકલ જેક્શન!:એવો ડાન્સ કર્યો કે લોકો હસવાનું ન રોકી શક્યા, સોશિયલ મીડિયા પર AI જનરેટેડ વીડિયો વાઇરલ - At This Time

ટ્રમ્પ અને મસ્ક બન્યા માઇકલ જેક્શન!:એવો ડાન્સ કર્યો કે લોકો હસવાનું ન રોકી શક્યા, સોશિયલ મીડિયા પર AI જનરેટેડ વીડિયો વાઇરલ


ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પે માઈકલ જેક્સન સ્ટાઈલમાં કર્યો ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે ઇલોન મસ્ક પોતાનાં નિવેદનો અને કાર્યશૈલીને કારણે ચર્ચામાં રહે છે. હવે મસ્ક એક વીડિયોને કારણે હેડલાઇન્સમાં છે, જે તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઇલોન મસ્ક અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને માઈકલ જેક્સનની સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળે છે. હકીકતમાં આ એક AI જનરેટેડ વીડિયો છે, જેમાં મસ્ક અને ટ્રમ્પ બંને સૂટબૂટ પહેરીને અને આઇકોનિક બી ગીઝના હિટ ગીત "સ્ટેઇંગ અલાઇવ" પર અદભુત ડાન્સ મૂવ્સ કરતા જોવા મળે છે. આ વીડિયો પર મસ્કના ફેન્સ ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. મસ્કે એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો
આ વીડિયો મસ્કે પોતે પોસ્ટ કર્યો છે. મસ્કે વીડિયો પર એક કેપ્શન પણ લખ્યું છે "હેટર્સ વિલ સે ધી ઇઝ AI". મતલબ કે હેટર્સ કહેશે કે આ વીડિયો AIથી જનરેડેટ છે. આ વીડિયો પોસ્ટ થતાંની સાથે જ ખૂબ વાઇરલ થઈ ગયો હતો. અત્યારસુધીમાં આ વીડિયોને 78.4 મિલિયન એટલે કે 7 કરોડ 84 લાખ વ્યૂઝ મળ્યા હતા. મસ્કના ફેન્સ અને ફોલોઅર્સ પણ આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. સોફી નામના X યુઝરે પોસ્ટ પર કમેન્ટ કરી, 'આ વાસ્તવિક છે. જ્યારે તેમણે આ ફિલ્મ કરી ત્યારે હું ત્યાં હતો.' મસ્કે મજાકમાં જવાબ આપ્યો, 'તમારી સિનેમેટોગ્રાફી જોરદાર કરી.' તો કોલિન રગ નામના અન્ય યુઝરે કમેન્ટ કરી કે 'ઇલોન તેનો અને ટ્રમ્પના ડાન્સનો નકલી વીડિયો શેર કરે છે: મસ્ક કેવી રીતે X પર લોકશાહીનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે એ અહીં છે.' Grok-2 અને Grok-2 Mini લોન્ચ કરી
તમને જણાવી દઈએ કે Elon Muskની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAI એ તેના લેટેસ્ટ AI મોડલ, Grok-2 અને Grok-2 Miniને બીટા રિલીઝમાં રજૂ કર્યા છે. ગેજેટ્સ 360 મુજબ, આ મોડલ્સ કંપનીના અગાઉના AI વર્ઝન, Grok-1.5 કરતાં મોટા સુધારાઓ સાથે આવે છે, જેમાં વાતચીત AI, કોડિંગ અને જટિલ તર્ક ક્ષમતાઓમાં પ્રગતિનો સમાવેશ થાય છે. મોડલ હવે X પ્રીમિયમ અને X પ્રીમિયમ પ્લસ યુઝર્સ માટે ઉપલબ્ધ છે, જેઓ એપ્લિકેશનને અપડેટ કરીને નવી સુવિધાઓને એક્સેસ કરી શકે છે. એક અહેવાલ મુજબ, Grok-2ને એક અત્યાધુનિક AI મોડલ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે જે યુઝર્સને અદ્યતન ભાષા પ્રક્રિયા ક્ષમતાઓ પ્રદાન કરે છે. બીજી તરફ Grok-2 Mini, સંપૂર્ણ મોડલનું સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ સંસ્કરણ પ્રદાન કરે છે. નાના મોડલને ઝડપી અને વધુ સચોટ જવાબો આપવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે, જે-તે યુઝર્સ માટે યોગ્ય બનાવે છે જેમને ઝડપી અને વિશ્વસનીય જવાબોની જરૂર હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.