78 માં સ્વતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઊજવણી પ્રાથમિક શાળા વેરાસા ખાતે કરાઈ,
નાયબ કલેકટર બાલાસિનોર ના હસ્તે ધ્વજારોહણ કરાયું
તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં હિરેન ચૌહાણ નાયબ કલેકટરના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બીપીનભાઈ , આર.વી.વાઘેલા બાલાસિનોર મામલતદાર, કુ.અવની.એન.તાબિયાર તાલુકા વિકાસ અધિકારી, અંશુમન નિનામા પીઆઈ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન,પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કચેરીનો સ્ટાફ, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ દરેક સરકારી કચેરીઓના અધિકારી/કર્મચારીગણ, સ્કૂલના વિધ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
આ પ્રસંગે બાલાસિનોર ની ને તાલુકાની સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.જે પછી પોતાની ફરજ દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી બદલ વિવિઘ વિભાગ ખાતાં અધિકારીઓનું સન્માન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું
સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે. તે રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબિંબનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.