કોઠી ગામમા ૭૮ મા સ્વાતંત્ર્યદિનની ઉજાણવી કરવામા આવી - At This Time

કોઠી ગામમા ૭૮ મા સ્વાતંત્ર્યદિનની ઉજાણવી કરવામા આવી


કોઠી ગામમા આજે 15 મી ઓગસ્ટ ૭૮ મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી શ્રી કોઠી કુમાર પ્રા.શાળા, શ્રી કોઠી કન્યા પ્રા. શાળા અને શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોઠીના તેમજ જીનિયસ ટ્યુશન કલાસીસ સંયુક્ત ઉપક્રમે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચના હાથે ધ્વજારોહણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. અંતે પ્રસાદીનુ વિતરણ કરી સૌ છુટા પડ્યા હતા. આજરોજ કોઠી ગામે કન્યા અને કુમાર પ્રા.શાળા તેમજ માધ્યમિક , ઉ.માધ્યમિક શાળા સાથે મળી 78મા સ્વાતંત્ર્ય દિવસ (રાષ્ટ્રીય પર્વ)ની ઉજવણી કરવામાં આવી. ત્રણેય શાળાના આચાર્યોએ સુંદર આયોજન કર્યું. ગામના જ પત્રકાર મુનાભાઈ સાસકિયા પણ હાજર રહ્યા. સરપંચ, SMC સભ્યો, ગ્રામજનો સારી એવી સંખ્યામાં હાજર રહ્યા. ધ્વજવંદન બાદ શાળાના શિક્ષક જયપ્રકાશ નિર્મલે ખૂબ સરસ ઉદબોધન કર્યું. જેમાં કહ્યું કે આઝાદી મળે 78 વર્ષ થયાં, હવે આપણે બેસી રહેવાનું નથી. આપણે મહાસત્તા તરફ જવાનું છે. દુનિયાના દેશો ભારતને પૂછવા જોઇએ કે સવારે શું કરવાનું છે ? એ માટે બાળકો, યુવાનોએ ખૂબ ભણવું પડશે. દફતરમાં પડેલા પુસ્તકો સોનું જ છે. જો સોનું પડ્યું રહે તો તેને પણ નાની નાની કણીઓ પડી જાય છે એટલે તેને ઘસવું કે ધોવું પડે છે. એમ પુસ્તકો પણ પડ્યા પડ્યા બગડી જાય છે. માટે તેનો રોજ ઉપયોગ કરવો પડે. તમામ બાળકો પુસ્તકો વાંચશે તો ભાવિ પેઢી ક્યાંય પાછી નહીં પડે તે પેઢી જ ભારતને મહાસત્તા બનાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.