15 ઓગસ્ટ આજરોજ અબડાસા તાલુકાનાં ખીરસરા વિજાણ ગામે સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી
15 ઓગસ્ટ 2024
આજરોજ અબડાસા તાલુકાનાં ખીરસરા વિજાણ ગામે સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગ્રામ જનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી ધ્વજવંદન રાષ્ટ્રીય ધ્વજ ને સલામી ગામ વરિષ્ઠ આગેવાન તુર્ક હાજી મામદ ના શુભ હાથે કરવામાં આવી હતી ત્યાર બાદ શાળા ના વિધાર્થીઓ આઝાદી વિષે વાંચન કર્યું હતું અને કાર્યક્રમનાં અંતે આજનાં આ સમારોહ ના જે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા તે ગામ ના સરપંચ આદમભાઈ હિંગોરાએ પોતાના પ્રવચનમાં આઝાદીની ચળવળમાં બલિદાન આપનારા દેશનાં શહિદો અને સ્વતંત્રતા સેનાનીઓ ને યાદ કર્યા હતા સાથે આજના પોતાના પ્રવચનમાં સરપંચશ્રીએ શિક્ષા વિશે પણ ચર્ચા કરી ગામ નાં વાલીગણ ને પોતાના બાળકો પ્રત્યે શિક્ષા પર બાળકોને વધારે સમય આપી શિક્ષા એજ માત્ર સમાજના વિકાસ અને દેશ નાં નિર્માણ માટે યોગ્ય દિશા છે તેમ જણાવ્યું હતું
આજનાં આ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના શિક્ષકો તેમજ શાળા એસએમસી ના અધ્યક્ષ ગફુરભાઈ અને ગામનાં યુવાઓ તેમજ ગ્રામ પંચાયત નાં સદસ્યો અબ્દુલ કાદર હિંગોરા હારૂનભાઈ હિંગોરા મહેશ્વરી મીઠુભાઈ મહેશ્વરી રમેશભાઈ એ જહેમત ઊઠાવી હતી
આજ ના કાર્યક્રમ માં ખીરસરા જમાઅત નાં પ્રમુખ ઈસ્માઈલભાઇ હિંગોરા તુર્ક હાજીમામદ અને ડુમરા હાઈસ્કુલ ના પુર્વ આચાર્ય અને ખીરસરા ના વતની હાજી મામદ હિંગોરા તેમજ ગામ નાં આગેવાનો યુવાનો સૌ કોઈ બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા
રિપોર્ટર સલીમભાઈ હિંગોરા
9727330305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.