ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્નોના કારણે પોરબંદરમાં શરૂ થયો GFCCA નો પેટ્રોલપંપ
*ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્નોના કારણે પોરબંદરમાં શરૂ થયો GFCCA નો પેટ્રોલપંપ*
*GFCCA નો પેટ્રોલપંપ પરથી નાના માછીમારો અને પીલાણાને માટે સબસીડીયુક્ત પેટ્રોલનું વિતરણ કરવામાં આવશે*
*સબસીડી યુક્ત પેટ્રોલનું વિતરણ શરૂ થતા માછીમાર ભાઈઓ ઉપરનો આર્થિક બોજો ઓછો થશે અને માછીમાર ઉદ્યોગને મોટી રાહત થશે.*
ગુજરાતમાં જે ફાઈબર પ્રકારની નાની બોટ છે તેમાં પહેલા કેરોસિન ઈંધણ તરીકે વપરાતું હતું, વર્ષ ૨૦૨૨ થી રાજ્ય સરકારે નિર્ણય કરીને કેરોસિનની જગ્યાએ પેટ્રોલનો ઉપયોગ કરવાની મંજુરી આપી છે, જેની સામે પેટ્રોલ પર જે સેલ ટેક્સ લેવામાં આવે છે તેમાં સબસીડી આપવાની જાહેરાત સરકારશ્રીએ કરી હતી. જેનો અમલ ગુજરાત ફીઝરીશ સેન્ટ્રલ કોર્પોરેટિવ એસોસિયેશન લીમીટેડ (GFCCA) મારફતે કરવાનું નક્કી કરાયુ હતું. પરંતુ પોરબંદરમાં બંદર ઉપર GFCCA ને પંપ શરૂ કરવા માટે જમીનની ફાળવણી થયેલ ન હોવાથી સબસીડી સાથેના પેટ્રોલનું વિતરણ શરૂ થઈ શક્યુ ન હતું. જે અંગે માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને રજુઆત મળતા તેમણે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી હતી કે માછીમારીની નવી સિઝન શરૂ થાય તે પહેલા GFCCA ને ઝડપથી પંપ શરૂ કરવા માટે જમીન આપવામાં આવે, તેમજ સબસીડી સાથેના પેટ્રોલનું વિતરણ શરૂ કરવામાં આવે, જેના પગલે રાજ્ય સરકારે GFCCA ને પંપ શરૂ કરવા જમીન ફાળવી દીધી છે. જે જમીન ઉપર પંપ તૈયાર કરી દેવમાં આવ્યો છે. જેને આજે માનનીય ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર ખારવા સમાજન વણોટશ્રી પવનભાઈ શિયાળ સહિતના અન્ય આગેવાનોની ઉપસ્થિતીમાં ખુલ્લો મુક્યો હતો.
GFCCA ના આ પંપ ઉપરથી માછીમાર ભાઈઓને સબસીડી સાથે પેટ્રોલનું વિતરણ કરવામાં આવશે. જેના કારણે માછીમારભાઈઓ ઉપર પડતો આર્થિક બોજો ઓછો થશે અને માછીમાર ઉદ્યોગને મોટી રાહત થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.