પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની રજુઆત બાદ તલોદ શહેર ના રેલ્વે ઓવર બ્રિજ ની બંન્ને તરફ સર્વિસ રોડ મંજુર કરવામાં આવ્યો - At This Time

પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની રજુઆત બાદ તલોદ શહેર ના રેલ્વે ઓવર બ્રિજ ની બંન્ને તરફ સર્વિસ રોડ મંજુર કરવામાં આવ્યો


*પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની રજુઆત બાદ તલોદ શહેર ના રેલ્વે ઓવર બ્રિજ ની બંન્ને તરફ સર્વિસ રોડ મંજુર કરવામાં આવ્યો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ શહેર ના હાર્દ સમા વિસ્તાર એવા ટાવર ચોક વિસ્તાર માં બની રહેલ રેલ્વે ઓવર બ્રિજ તલોદ સહિત આસપાસ ના ગ્રામ વિસ્તાર તેમજ તલોદ શહેર માં થી પસાર થઈ રહેલ શામળાજી થી મોડાસા., ધનસુરા., વડાગામ., સહિત ના વાહન ચાલકો માટે માથા ના દુ:ખાવા રુપ બની રહેલ ઓવર બ્રિજ નું કામ મંથર ગતિ એ ચાલતું હોય વાહન ચાલકો ઉપરાંત સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. ત્યારે રેલ્વે ઓવર બ્રિજ ની બંન્ને બાજુ એ સર્વિસ રોડ બનાવવા માટે રાજ્ય ના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર ભાઈ પટેલ તેમજ ગુજરાત શહેરી વિકાસ કંપની ને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ લેખિત માં રજુઆત કરતાં પ્રાંતિજ-તલોદ ધારાસભ્ય ની રજુઆત તાત્કાલિક અસર થી ધ્યાને લઈ ને ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા તલોદ નગર પાલિકા ને ગ્રાન્ટ ફાળવણી કરતાં શહેરી જનો અને ગ્રામ્ય જનો માં આનંદ છવાયેલ છે.તલોદ શહેર ના હાર્દ સમા ટાવર ચોક વિસ્તાર ની એક તરફ તલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલ છે.તો બીજી તરફ તલોદ શહેર ના વેપારી ઓ ની દુકાનો આવેલ છે.ચાલુ સાલે પડેલા વ્યાપક વરસાદ ને લઈ ને સર્વિસ રોડ ઉપર ખાડા સામ્રાજ્ય થયેલ હતું. જે ને લઈ ને વાહન ચાલકો ને હાલાકી નો સામનો કરવો પડતો હતો.જેથી ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર ની યોગ્ય સમય ની રજુઆત ફળદાયી નીવડતાં સ્થાનિકો માં ધારાસભ્ય ની કામગીરી ની સરાહના કરાઈ રહી છે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.