ધંધુકા તાલુકાના રાયકા પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતે 78 માં સ્વાતંત્ર દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ધંધુકા તાલુકાના રાયકા પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતે 78 માં સ્વાતંત્ર દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
જેમાં ગામના સરપંચ શ્રી વિજયભાઈ મીર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો તથા બાળકોનો ઇનામ વિતરણ સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં ગામના સામાજિક આગેવાન ચંદનસિંહ બારડ, ઉપસરપંચ શ્રી મોબુભાઈ વડદરીયા, શાળાના ભૂતપૂર્વ આચાર્ય નાનુભાઈ પરમાર, દિલીપભાઈ મિસ્ત્રી ,સાગરભાઇ સાહેબ ભવાનભાઈ જોગરાણા રાઘુભાઈ જોગરાણા તથા વાલીશ્રીઓએ બોહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
અંતે રાયકા ગામના જ વતની અને હાલ ભાવનગર ફરજ બજાવતા ખોડાભાઈ ભવાનભાઈ જોગરાણા તરફથી શાળાના તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામાં આપવામાં આવ્યા હતા . કાર્યક્રમના અંતે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષક રાણાભાઇ હિરેનભાઈ તથા આચાર્ય શ્રી ધર્મેન્દ્રભાઈ વાલી મીટીંગ અંતર્ગત ખૂબ જ સુંદર માહિતી આપી અને વાલીઓની બાળકો પ્રત્યેની ફરજો તથા કાળજી અંગે સુંદર વાતો કરી આ કાર્યક્રમ નુ સંચાલન પરેશભાઈ તથા શિવાભાઇ એ ખુબ જ સુંદર કરી સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સર્વે મહાનુભાવો તથા ગ્રામજનો અને વાલીશ્રીઓનો શાળા પરિવાર વતી આભાર માનવામાં આવ્યો હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.