15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવા વચ્ચે શું છે તફાવત? જાણો નિયમો
15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવા વચ્ચે શું છે તફાવત? જાણો નિયમો
Indian Independence Day : 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. જો કે, 26મી જાન્યુઆરીએ પરેડ કરવામાં આવે છે અને દેશના રાષ્ટ્રપતિ કર્તવ્ય પથ પર ધ્વજ ફરકાવે છે, પરંતુ શું તમે જાણો છો કે 15 એગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવા વચ્ચે મોટું તફાવત હોય છે. તમે પણ વિચારી રહ્યા હશો કે ધ્વજ ફરકાવવામાં શું ફરક હોઇ શકે? તો ચાલો જાણીએ બંને દિવસે જુદી જુદી રીતે ધ્વજ ફરકાવવા પાછળ શું કારણ છે.
નામમાં પણ તફાવત
PauseUnmute
Fullscreen
તમને જણાવી દઇએ કે, 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) અને 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) ના દિવસે જે રીતે ધ્વજ ફરકાવવામાં આવે છે એનો નામ પણ અલગ હોય છે. 15 ઓગસ્ટે જ્યારે વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે તો તેને ધ્વજારોહણ (Flag Hoisting) કહેવામાં આવે છે અને જ્યારે ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે તેને ઝંડો ફરકાવ્યો (Flag Unfurling) કહેવામાં આવે છે. આમ, સ્વતંત્રતા દિવસે ધ્વજારોહણ હોય છે જ્યારે ગણતંત્ર દિવસે તિરંગો ફરકાવવામાં આવે છે.
ધ્વજારોહણ અને તિરંગા ફરકાવવા વચ્ચે અંતર
હકિકતમાં, 15 ઓગસ્ટે વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે તે સમયે ધ્વજ પોલની નીચે હોય છે અને જ્યારે પીએમ દોરડું ખેંચે છે ત્યારે ધ્વજ ઉપર જાય છે અને તેને ફરકાવવામાં આવે છે. આમ, ધ્વજારોહણમાં ધ્વજ પોલના નીચેના ભાગથી ઉપર તરફ જાય છે. આ રાષ્ટ્ર ઉત્થાન, દેશ ભક્તિ અને આઝાદી દર્શાવે છે. 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવતી વખતે ધ્વજ પહેલાથી જ પોલના ઉપરના ભાગે બાંધવામાં આવે છે અને રાષ્ટ્રપતિ તેને ફરકાવે છે. આ આપણા બંધારણના નિયમો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ધ્વજ ફરકાવવા માટેના નિયમો
ધ્વજ ફરકાવવા અંગે વિવિધ નિયમો છે. જે મુજબ જ ધ્વજ ફરકાવવાનું હોય છે. પહેલા તિરંગો ધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે જ ફરકાવવામાં આવતો હતો, પરંતુ હવે આ નિયમને બદલી રાતે પણ ધ્વજ ફરકાવવાની મંજૂરી આપવામાં આવી છે. પહેલાં સુતરાઉ કાપડથી બનેલો ધ્વજ જ ફરકાવવામાં આવતું હતું, પરંતુ હવે પોલિસ્ટરથી બનેલા ધ્વજને પણ ફરકાવી શકાય છે. ધ્વજ ફરકાવતી વખતે ખાસ ધ્યાન આપવામાં આવે કે કોઈપણ પરિસ્થિતિમાં ધ્વજ જમીનને ન સ્પર્ષવો જોઈએ અને રાષ્ટ્ર ધ્વજથી ઊંચો કોઈ અન્ય ધ્વજ ન હોવો જોઈએ. તિરંગો ફરકાવતા સમયે તિરંગો ભીનો ન હોવો જોઈએ અથવા તો તેમાં કોઈપણ ક્ષતિ ન હોવી જોઈએ. ધ્વજનો આકાર લંબચોરસ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3.2 હોવો જોઈએ અને અશોક ચક્રમાં 24 સ્પોક્સy હોવા જોઈએ. ઉપરાંત ધ્વજ પર કંઈ લખેલું પણ ન હોવું જોઇએ. 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીએ તિરંગો ફરકાવતા સમયે આ નિયમોના ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઇ શકે છે.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહીસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.