બપોર બાદ બફારા વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો, સિઝનનો કુલ 14.81 ઇંચ વરસાદ નોંધાયો
રાજકોટ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે બપોર બાદ સાંજના સમયે 6 વાગ્યા બાદ રાજકોટ શહેરના બહુમાળી ભવન, રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, શ્રોફ રોડ, જામનગર રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. ધીમીધારે એક રસ થઇ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમા અત્યાર સુધી સિઝનનો કુલ 14.81 ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.