PM મોદીના સાફામાં છુપાયેલો હોય છે સંદેશ..!:ભગવાથી રાજસ્થાની સાફા સુધી, 10 વર્ષમાં 10 અલગ અંદાજ - At This Time

PM મોદીના સાફામાં છુપાયેલો હોય છે સંદેશ..!:ભગવાથી રાજસ્થાની સાફા સુધી, 10 વર્ષમાં 10 અલગ અંદાજ


આજે 15મી ઓગસ્ટે ભારત 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના આ ખાસ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધિત કરશે. દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંદેશ આપશે. જો કે દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લુક બધાની નજરમાં હશે. છેલ્લા એક દાયકામાં વડાપ્રધાન મોદીના માત્ર પોતાની રાજકીય કુશળતા માટે, પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પહેરેલા પોશાક અને ખાસ કરીને સાફા માટે પણ જાણીતા બન્યા છે. પરંપરાગત સાફાઓથી લઈને તેમની નવીન ટોપીઓ સુધી, દરેક વસ્તુ સાંસ્કૃતિક, પ્રાદેશિક અને રાજકીય મહત્વ ધરાવે છે, જે ભારતની વિવિધતા અને એકતાને પ્રતિબિંબિત કરે છે. 2023: બાંધણી પ્રિન્ટ સાફો
15 ઓગસ્ટ, 2023એ વડાપ્રધાન મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર ઉત્સાહપૂર્ણ અને પરંપરાગત રીતે ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ મહત્વપૂર્ણ અવસર પર તેમણે એક બહુરંગી રાજસ્થાની-શૈલીનો સાફો પહેર્યો હતી, જેમાં પીળા, લીલા અને લાલ રંગના શેડ્સ સાથે બાંધણી પ્રિન્ટ હતી. આ સાફા સાથે ઓફ-વ્હાઈટ કુર્તો અને ચૂડીદાર સાથે બ્લેક વી-નેક જેકેટ પહેર્યું હતું. 2022: તિરંગા જેવો સાફો પહેર્યો હતો
વડાપ્રધાન મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરીને ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગે તેમનો પોશાક પરંપરાગત અને પ્રતીકાત્મક બંને હતો. તેમણે ચૂડીદાર પાયજામા સાથે સફેદ કુર્તો અને બેબી-બ્લુ નેહરુ જેકેટ પહેર્યું હતું. ખાસ વાત એ છે કે તેમણે નારંગી અને લીલા રંગની પટ્ટીઓથી શણગારેલો સફેદ સાફો પહેર્યો હતો, જે ભારતીય રાષ્ટ્રધ્વજની યાદ અપાવે છે. 2022નો આ સાફો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. 2021: પરંપરા અને સુગમતાનો સંગમ
PM મોદીએ 2021ના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન ભગવા રંગનો સાફો પહેર્યો હતો. તેમણે તેની સાથે એક અદભૂત સફેદ કુર્તો અને ફીટેડ કોટી પહેરી હતી. ભગવા બોર્ડર સાથેનો સફેદ દુપટ્ટો તેમના લુકને સંપૂર્ણ કરી રહ્યો હતો. 2020: ક્રીમ કલર અને ભગવા મિક્સ સાફો
પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી તેમના સતત 74મા સ્વતંત્રતા દિવસના ભાષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક એક આકર્ષક ભગવા અને ક્રીમ રંગનો સાફો પહેર્યો હતો. તેમણે તેને એક સફેદ કુર્તો અને ચૂડીદાર સાથે પહેર્યો હતો, જેને તેમણે પોતાના ખભા પર નાખેલા નારંગી અને સફેદ દુપટ્ટા સાથે પહેર્યું હતું. આ પોશાકમાં પરંપરાગત લાવણ્ય અને રાષ્ટ્રીય મહત્વનું મિશ્રણ હતું. 2019: લાલ બોર્ડરવાળો રાજસ્થાની સાફો
15 ઓગસ્ટ, 2019એ લાલ કિલ્લા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોશાક પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ હતું. જટિલ ભરતકામથી સુશોભિત તેમનો ભવ્ય ભગવા રંગનો સાફો રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક હતો. તેની સાથે સમૃદ્ધ પેટર્નવાળો સ્ટોલ હતો, જે ભારતના કલાત્મક વારસાને પ્રતિબિંબિત કરતું હતું. 2018: કેસરિયો સાફો
વડાપ્રધાન મોદીએ તેમના 2018ના સ્વતંત્રતા દિવસના ભાષણમાં લાલ બાંધેજ બોર્ડર સાથે ભગવા રંગનો સાફો પસંદ કર્યો હતો. ભગવા રંગની પસંદગી બલિદાન અને હિંમત સાથે જોડાયેલી હોય છે. તેમણે સાથે એક ભૌમિતિક પેટર્નવાળો સફેદ સ્ટોલ પણ પહેર્યો હતો. 2017: ચમકતો પીળો સાફો
15 ઓગસ્ટ 2017એ વડાપ્રધાન મોદીએ જટિલ પરંપરાગત અને ભૌમિતિક પેટર્નવાળો પીળો સાફો પહેર્યો હતો. આ ઉત્સવી અને રંગબેરંગી સાફો સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય ગૌરવને પ્રતિબિંબિત કરે છે, જે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણની સકારાત્મક, દુરંદેશી વિષયો સાથે મેળ ખાય છે. ડિઝાઇનમાં પરંપરાને આધુનિક સ્વભાવ સાથે જોડવામાં આવ્યો હતો. 2016: ટાઇ-એન્ડ-ડાઇ સાફો
PM નરેન્દ્ર મોદીએ તેમના 2016 સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન ગુલાબી અને પીળા રંગનો ટાઈ-ડાઈ સાફો પહેર્યો હતો. સાફાની વિશેષતા તેની અનન્ય પેટર્ન હતી, જેમાં રંગોના મિશ્રણનો સમાવેશ થતો હતો, જે ન માત્ર તેમના વ્યક્તિગત સ્વભાવને પ્રતિબિંબિત કરતું હતું, પરંતુ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પણ પ્રતિનિધિત્વ કરતું હતું. 2015: ક્રિસ-ક્રોસ રાજસ્થાની સ્ટાઈલનો સાફો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015 સ્વતંત્રતા દિવસના ભાષણમાં ક્રિસ-ક્રોસ રાજસ્થાની-શૈલીનો સાફો પહેર્યો હતો, જેમાં બહુરંગી ક્રિસ-ક્રોસ લાઇન્સ હતી. આ ડિઝાઇનમાં પીળા રંગની સાથે-સાથે લાલ અને ઘેરા લીલા રંગના શેડ્સનો સમાવેશ થતો હતો, જે એક વાઇબ્રન્ટ અને આકર્ષક લૂક ક્રિએટ કરતું હતું. 2014: પરંપરાગત રાજસ્થાની સાફો
વડાપ્રધાન તરીકેના તેમના પ્રથમ સ્વતંત્રતા દિવસે નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતો વાઇબ્રન્ટ રાજસ્થાની સાફો પહેર્યો હતો. સાફો તેના વાઇબ્રન્ટ રંગો અને પેટર્ન માટે ચર્ચામાં હતો. તે મુખ્યત્વે નારંગી, પીળા અને લીલા રંગોનું મિશ્રણ હતું, જે હંમેશા ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવ અને આનંદ સાથે જોડાયેલા રંગ છે. ડિઝાઇનમાં પરંપરાગત અને સમકાલીન તત્વોનું મિશ્રણ હતું, જે જટિલ પેટર્ન અને ક્લાસિક રાજસ્થાની સાફા શૈલીમાં આધુનિક મોડ દર્શાવતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.