કણ પકવી કોઠાર ભરે અધિક પોષે વણ અઢાર નહિ તિથિ નહિ વાર કૃષિકાર સોનો પોષક કાર કાંદા નો ખેડુ કાયમ માંદો કૃષિપ્રધાન દેશ નાં કૃષિકારો ને ગરીબ તરીકે લાભાર્થી ઓની લાઈનો ચડાવી દેવાયો - At This Time

કણ પકવી કોઠાર ભરે અધિક પોષે વણ અઢાર નહિ તિથિ નહિ વાર કૃષિકાર સોનો પોષક કાર કાંદા નો ખેડુ કાયમ માંદો કૃષિપ્રધાન દેશ નાં કૃષિકારો ને ગરીબ તરીકે લાભાર્થી ઓની લાઈનો ચડાવી દેવાયો


કણ પકવી કોઠાર ભરે અધિક પોષે વણ અઢાર નહિ તિથિ નહિ વાર કૃષિકાર સોનો પોષક કાર

કાંદા નો ખેડુ કાયમ માંદો કૃષિપ્રધાન દેશ નાં કૃષિકારો ને ગરીબ તરીકે લાભાર્થી ઓની લાઈનો ચડાવી દેવાયો

વાંઝિયા મેણું ભાંગવા પુત્રેષ્ટિ યજ્ઞ વૈદિક કાળ ની પવિત્ર પરિણામ લક્ષી વિધિ છે તેમ સરકારે સમયોચિત ખેડૂતો માટે ભાવેષ્ટિ યજ્ઞ કરવો જોઇ એ તાજેતર મહારાષ્ટ્ર સરકાર નાં મંત્રી ભૂલ કબૂલી કે ડુંગળી ની નિકાસ બંધી એ અમારી ભૂલ હતી કાંદા નો ખેડુ કાયમ માંદો અત્યારે લસણ ડુંગળી માં બેફામ ભાવ વધારો એ કંઈ ખેડૂતો ને નહિ પણ સંધરાખોર ને ફાયદો કરાવનારો છે આવા સમયે
પ્રબુદ્ધ શિક્ષિતો નું કાન ફાડી નાખે તેવુ મૌન શાસકો અને વર્તમાન પત્રો તંત્રી માધ્યમો પવન પ્રમાણે પીઠ ફેરવે છે ત્યારે ખોટી નીતિ રીતિ ઓ સામે શ્રેષ્ટી ઓ નહિ બોલે તો સમાજ ને ભારે નુકશાન ભોગવવું પડશે મહાભારત નાં યુધ્ધ માં કોઈ હિન્દુ - મુસ્લિમ નહિ સગા કાકા બાપાના જ હતા ખોટું થતું હતું ત્યારે વડીલો મોન રહ્યા પરિણામે સર્વ કુળ નો નાશ થયો અત્યારે ધણી ખોટી નીતિ ઓ અપનાવાય રહી છે કૃષિ પ્રધાન દેશ નાં ખેડૂતો ને ગરીબ લાભાર્થી જેમ લાઈનો માં લગાડી ખોખલો પાડવા ઉદ્યોગ પતિ ઓનાં ખોળે બેસવાની હોડ ચાલી રહી છે સરકાર ને વિકાસ નું ભૂત વળગ્યું છે જળ જમીન ને જંગલ આધારિત નિસર્ગ જીવન જીવનાર લોકો નો જીવન સ્ત્રોત ખતમ થઈ રહ્યા છે રાજ્ય માં ૧૯૬૧ માં ખેત મજૂરો ની સંખ્યા ૧૨-૧૫ લાખ હતી જે સને ૧૯૮૧ બમણી ૨૪-૮૮ લાખ થઈ વર્ષ ૨૦૦૧માં બમણા થી વધુ ૫૧-૫૯ લાખ અત્યારે આ આંકડો ખૂબ ઉંચો છે એક તરફ સરકાર ભારે વૃદ્ધિ દર નાં દાવા કરતા થાકતી નથી બીજી તરફ દેશ ના મોટાભાગ ની પ્રજા હજુ પણ ગરીબ નિરક્ષરતા કુપોષણ જેવી અનેક સમસ્યા થી ઘેરાયેલી છે વાસ્તવિક સમસ્યા ઓ સામે લડત કરતા ડોકટર વિનાયક સેન મહિલા પત્રકાર દયામણીબેહન જેવા માનવતાવાદી ઓની પજવણી કરી શક્ય અથવા જેલ માં પુરી શકાય પણ સત્ય એ સત્ય રહે બદલી શકાતું નથી આદિવાસી પત્રકાર દયામણીબહેન સરકાર દ્વારા ચાલતી યોજના માં થતા ભ્રષ્ટાચાર ગ્રામીણ યોજના ના ગોટાળા ખુલ્લા પાડવા નું કપરું કામ કરે છે ત્યારે પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર દ્વારા જન માધ્યમો માં આતંકવાદી તરીકે ચીતરવા માં આવે આંધ્રપ્રદેશ ના માવોવાદી કે બંગાળ ના નક્સલબારી ગામ થી ઉભો થયેલા નક્સલવાદ તેના મૂળ માં શોષણ અને સામાજિક અન્યાય છે "ચલો હમ દુઃખી હોને કા જીવન મેં આદર્શ બના લે" ગુજરાત નાં કચ્છ માં ગોચર મુદ્દે અદાણી પાસે થી જમીન પરત લેવા નાં કિસ્સા બાદ ફરી તાજેતર માં ગુજરાત હાઈકોર્ટે દ્વારા કચ્છ કલેકટર ને પર્સનલી સોગાદનામા થી જવાબ રજૂ કરવા નિર્દેશ કરાયો વિકાસ ના નામે સ્થાનિક લોકો ની અજીવકા બંધ ન કરી શકાય કોઈ પણ હેતુ માટે કોઈપણ ને જમીન આપતા પહેલા જે તે ગ્રામ પંચાયત ની ગ્રામસભા નો ઠરાવ અભિપ્રાય લેવા નો હક્ક સમાપ્ત સ્થાનિક નેતા ઓને અસ્ટમ પસ્ટમ સમજાવી દેવાની સિસ્ટમ ગાંધીનગર માલા પ્રોજેક્ટ નો ખેડૂતો દ્વારા ભારે વિરોધ છતાં ફરજિયાત જમીન સંપાદન ખેડૂતો નું સરકારે સાંભળવાનું બંધ કર્યું એક સર્વે મુજબ ખેડૂતો નો દિન પ્રતિદિન ખેતી પ્રત્યે ધટતો લગાવ શોષણ કિન્નખરી હકક સમાપ્તિ જેવા અનેક કારણો ઉપરાંત ખેડૂતો ની માંગણી વગર ધરાર ખરડો પાસ કરવા નો હઠ ત્રણ કૃષિ કાયદા નું સંશોધન પડતું મૂકવું પડે સ્વામી નાથન સમિતિ ભલામણ નો અમલ ન કરાય ખેડૂતો ને પોતા ની ઉપજ નીપજ ના ભાવ નક્કી કરવાનો અધિકાર નહિ આતે કેવો વિચિત્ર રિવાજ ? ગુજરાત સરકારે પણ ઢોર નિયમન કાયદો પણ વિરોધ થતા પડતો મુક્યો ગોચરો ઉદ્યોગપતિ ઓને લહાણી કરતા ઠેર ઠેર ગોચર સમાપ્ત એક્તો પહેલે થી ગોચર ધટતું હતું તેમાં લહાણી એ સ્થિતિ વધુ બગાડી આવું જ વન વિભાગ ની જમીનો ની લહાણી થી વારંવાર વન્ય પ્રાણી ઓ રેવન્યુ માં ગ્રામ્ય માં આવવા નાં કિસ્સા વધ્યા આ બધી બાબતો આંખ ઉઘાડનાર છે છે ખેડૂત લક્ષી અનેક આંદોલન મહુવા બંધારા બચાવો નિરમાં હટાવો મીઠી વીરડી અણું મુક્તિ સૌરાષ્ટ્ર માઇનિંગ આદિવાસી જળ જમીન મેં જંગલ ઉંમર ગાવ કચ્છ પશુ પાલકો ના અસંખ્ય નાના મોટા આંદોલનો પછી પણ સરકાર ને વિકાસ નું ભૂત જતું નથી વર્ષ ૨૦૧૪ માં જે ભાવ કપાસ મગફળી ના હતા એજ અત્યારે છે ખેડૂતો ને સન્માન નિધિ ના નામે લાઈનો માં લગાડ્યા પોતા ની ઉજપ નીપજ ના ભાવ મળે અને સમયોચિત નિકાસ થાય તો મામુલી રકમ ની સહાય કોણ લે ? નવ હજાર નું ફ્રીઝ અઢાર હજાર નું ૬૦ હજાર ની ટુવ્હીલ સવા લાખ નું આવો પીળો પરવાનો કેમ ? કારણ ઇલેક્રટોરલ બોન્ડ બિચારો ખેડૂત પાર્ટી ફન્ડ થોડો આપી શકે ? રોજ નવા નવા ભ્રષ્ટાચાર નાં નુસખા બહાર આવી રહ્યા છે ગેમજોન કાંડ બાદ ચીફ ફાયર નવા મુકાયા એતો જૂના ને પણ ટપી ગયા રાજ્ય માં શિક્ષણ વિભાગ નું અધધ કહી શકાય મોટી મહેકમ મેળવતા શિક્ષકો વગર રજા એ વિદેશો માં આવા ભૂતિયા શિક્ષકો વિરૂદ્ધ સામાન્ય પગલાં લઇ આ વાત ઉપર પડદો પાડી દેવાશે જ્યાં સુધી ખેડૂતો ની મહત્તા સરકાર નહિ સમજે ત્યાં સુધી વિકાસ વાંઝિયો કણ પકવી કોઠાર ભરે અધિક પોષે વણ અઢાર નહિ તિથિ નહિ વાર કૃષિકાર સોનો પોષકકાર યાદ રાખજો ખેડૂત નું શોષણ સત્યાનાશ કાઢી નાખશે જગત તાત ખેડૂત ને મામુમી રકમ ની સરકારી સહાય ની લાઈન માં ઉભા રાખવા નું પાપ છાપરે ચડી પોકારશે કૃષિ પ્રધાન દેશ માં કૃષીકાર વિરૂદ્ધ ની નીતિ જેટલી વહેલી બંધ થશે તો રાષ્ટ્ર ની ઉન્નતિ થશે ૧૯૮૭ માં સમગ્ર ભારત દેશ મોતી જેવા ઓસ્ટ્રેલિયન ઘઉ ખાતા હતો તે દેશ નાં અન્ન ભડારો છલકાવી દેનાર કૃષિકારો નું શોષણ બંધ નહિ કરાય તો વિકટ સ્થિતિ નિર્માણ થશે જગત નો તાત પોષણકાર ખેડૂત સક્ષમ હશે સમૃદ્ધિ હશે સામર્થ્યવાન હશે તો સત્વશીલ આહાર ઉદભવશે દેશ સક્ષમ બનશે ખેડૂત ગરીબ કંગાળ સરકારી સહાય ઉપર હશે તો સમૃદ્ધિ ભારત સક્ષમ ભારત ક્યાં થી હશે ? ભારત કૃષિ પ્રધાન દેશ છે ઉદ્યોગ પ્રધાન નહિ અને હોય તો પણ ખાદ્ય દ્રવ્ય ઉદ્યોગો માં ઉત્પાદન થોડા થશે ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.