લુણાવાડા તાલુકાના મોટીપાલ્લી ગામમાં દશામાની મુર્તીના વિદાઇ ટાણે ભક્તોના ચહેરા પર હરખના આસુ છલકાયા - At This Time

લુણાવાડા તાલુકાના મોટીપાલ્લી ગામમાં દશામાની મુર્તીના વિદાઇ ટાણે ભક્તોના ચહેરા પર હરખના આસુ છલકાયા


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસના મહીસાગર નદીના પુલ પાસે દશામાની મૂર્તિને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે શ્રધ્ધા પૂર્વક વિદાઇ આપવામાં આવી હતી, જિલ્લામાં નદી, તળાવ, કેનાલમાં માતાજીની મૂર્તિઓનું ભકિતભાવ પૂર્વક વિર્સજન કરવામાં આવ્યું.આમ મોટી સંખ્યામાં ભક્તો દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા ઉમટ્યા હતા.આમ મહીસાગર જિલ્લામાં દશામાના માતાજીના વ્રતનો છેલ્લા દિવસે વ્રત કરનારી મહિલાઓએ આખી રાત જાગરણ કરતા હોય છે અનેભંજન કીર્તન કરી ને વહેલી પરોઢે માતાજીની મૂર્તિઓને ભારે ભકિતભાવ પૂર્વક વિદાઇ અપાઇ હતી. મા દશામાની મૂર્તિની વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળ ઉડાડીને ભાવભરી વિદાઇ આપવામાં આવી હતી. જિલ્લાના તળાવો, નદી અને કેનાલમાં શ્રધ્ધાળુઓએ માતાજીની મૂર્તિઓનું વિર્સજન કરવામાં આવ્યું હતું.મલેકપુર પંથકમાં અષાઢી અમાસથી આરંભાયેલા મા દશામાનું વ્રત ઉજવવા માટે ભારે થનગનાટ જોવા મળ્યાં હતાં.જેના અંતર્ગત મહિલાઓએ ઘરમાં માતાજીની સાંઢણી સવારી સભરની મૂતિનું સ્થાપન કરીને ૧૦ દિવસ સુધી વિશેષ પૂજન - અર્ચન, કથાવાંચન, આરતી તેમ જ ઉપવાસ કરીને વ્રતની ઉજવણી કરી હતી.આમ મધવાસ મહીનદી કિનારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ઢોલના તાલે મહિલાઓએ ગરબાની રમઝટ પણ માણી હતી. સદર વ્રતમાં ૧૦માં દિવસની રાત્રિના જાગરણ કરીને વહેલી સવારથી મૂતિઓનૂ વિસર્જન કરવામાં આવ્યું હતું.વહેલી સવારે મોટીસંખ્યામાં મહિલાઓ જય દશામાં જય દશામાંના જયકારા સાથે મૂતિઓનુ વિસર્જન માટે ઉમટતાં મેળાનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મલેકપુર ના તાંતરોલી પુલ તેમજ મધવાસ અને હોડોડ નદી ખાતે પણ ગ્રામ્ય વિસ્તારમાંથી ભાવિકો ટ્રેકટર - ટ્રોલી, રિક્ષા, ટેમ્પો જેવા વાહન સાથે ઉમટી પડીને મહીસાગર નદીનાં નીરમાં વાજતેગાજતે ડીજે ના તાલે મૂતિઓનું વિસર્જન કયું હતું.આમ દશામાની મૂતિઓની વિસર્જન યાત્રામાં પણ શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.મા દશામાની ધુન સાથે અબીલ ગુલાલની છોળો સાથે સ્થાપક સ્થાનોએથી વિસર્જન યાત્રાઓ નીકળી હતી.અને વિસર્જન સ્થળોએ માતાજીનાં જયજયકાર સાથે પહોંચીને દશામાને ફરીથી વહેલા આવજોની લાગણી સાથે મૂતિઓનું વિસર્જન કયું હતું.આમ જાગરણના દીવસે દશામા વ્રતની આરાધના કરનાર ગૃહિણીઓ તેમ જ અન્ય શ્રધ્ધાળુઓ સહિત અનેક ભાવિકોએ રાત્રિના સુમારે જાગરણ દરમિયાન રાસ - ગરબાની રમઝટ ઉપરાંત દશામાના કથાનક, પરચા દર્શાવતી ગુજરાતી ફિલ્મો નહિાળી હતી. મધરાતે જાગરણના સમાપન સાથે જ મૂર્તિ ઓના વિસર્જનની તૈયારીઓ કરાઈ હતી.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.