ઓડદરની ગૌશાળામાં સુખડીની કરી અપાઇ વ્યવસ્થા
પોરબંદર શહેરમાંથી પકડવામાં આવતા નંદી સહિત ગૌધનને ઓડદર ગામે નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે. તેથી ત્યાં નગરપાલિકાના સેનીટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ભોજાભાઇ ખુંટી તેમજ પૂર્વ પ્રમુખ ભોજાભાઇ કાનાભાઇ ખુંટીએ ગૌશાળાની મુલાકાત કરેલ અને ઘાસચારાની શું વ્યવસ્થા છે? તેની જાણકારી મેળવી હતી. તેમજ બિમાર પશુઓ માટે આયુર્વેદ સુખડીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વરસાદી પાણીના કારણે થયેલા કિચડની તાત્કાલિક ધોરણેસફાઈ કરવા સુચના આપવામાં આવી હતી
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.