રાષ્ટ્રપતિનું રાષ્ટ્રને સંબોધન:દ્રૌપદી મુર્મુએ કહ્યું- આઝાદીના ઉત્સવમાં ભાગ લેનારા તમામ દેશવાસી અમારો પરિવાર
આજે 14 ઓગસ્ટ, 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 મિનિટ માટે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્વતંત્રતા પર્વમાં ભાગ લેનારા તમામ દેશવાસી અમારો પરિવાર છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આઝાદીનો આ તહેવાર આપણને એ દિવસોની યાદ અપાવે છે, જ્યારે દેશ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યા હતાં. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપણને એક નવી અભિવ્યક્તિ આપી. સરદાર પટેલ, બોઝ, ભગત સિંહ, બાબા સાહેબ આંબેડકર જેવા બીજા ઘણા હતા, જેમનાં બલિદાનની પ્રશંસા કરવામાં આવી છે. દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ છે. આ સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનારા તેઓ દેશનાં પ્રથમ આદિવાસી અને બીજાં મહિલા રાષ્ટ્રપતિ છે. તેમણે 64 વર્ષની વયે (વર્ષ 2022) દેશનાં સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો. દ્રૌપદી મુર્મુના સંબોધનની 6 મહત્ત્વની વાત...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.