મલેકપુર બજારમાં હર ઘર તિરંગા' અભિયાન તથા 15 મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા - At This Time

મલેકપુર બજારમાં હર ઘર તિરંગા’ અભિયાન તથા 15 મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા


આઝાદીના 77 વર્ષ પૂર્ણ કરી 78 માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે ત્યારે સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાનું આયોજન ભારત દેશમાં કરવામાં આવી આવી રહ્યું છે.ત્યારે મહીંસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર બજારમાં આજરોજ 'હર ઘર તિરંગા' અભિયાન તથા 15 મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવેલ.જેમાં લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.કે ઠાક્કર તેમજ પો.સ્ટેના પોલીસ કર્મચારી, હોગા, જી.આર. ડી. તથા આજુબાજુ ગ્રામ વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકો તેમજ મલેકપુર બજારના નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.જયારે “ભારત માતા કી જય” “વંદે માતરમ” જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ મલેકપુર બજાર ગુંજી ઉઠ્યું હતું.ભવ્ય તિંરગા યાત્રામાં આજે નગરજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જ્યાં નગરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. દેશભક્તિના નારા સાથે આગળ વધી રહેલી તિરંગા યાત્રાએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન ક્રાંતિકારીઓ, સેનાના શહીદ વીરોના બલિદાનને યાદ કર્યા હતા.આ ત્રિરંગા યાત્રા મલેકપુર બજારના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ત્યાંર બાદ યાત્રાનુ સમાપન કરવામાં આવેલ હતું.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.