ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા દ્વારા ત્રિરંગા હમારી શાન હૈ ગામ કરોલ તાલુકો પ્રાંતિજ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
*ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા દ્વારા ત્રિરંગા હમારી શાન હૈ ગામ કરોલ તાલુકો પ્રાંતિજ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
પ્રાંતિજ તાલુકાના કરોલ ગામે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત કરોલ પ્રાથમિક શાળા આયોજિત ભારત -સ્કાઉટ ગાઈડ સંઘ ત્રિરંગા હમારી શાન હૈ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાને જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઇ દીક્ષિત સાહેબ,પ્રાંતિજ-તલોદ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રદિપસિંહ, જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ તથા કરોલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અતુલભાઇ તથા એસએમસી અધ્યક્ષ મુકેશ સિંહ એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારાઓ સાથે તથા ડીજેના તાલે સમગ્ર કરોલ ગામ રાષ્ટ્રભક્તિમય બન્યું હતું. બાઈક રેલી દ્વારા યુવાનો તેમજ પદયાત્રા દ્વારા કરોલ પ્રાથમિક શાળાના બાળકો, આશુતોષ વિદ્યાલયના બાળકો તેમજ ગ્રામજનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા આસિસ્ટન્ટ ગાઈડ કમિશનર નિપૂણૉબેન ,રેંજર કમિશનર સોનલબેન ,ટ્રેનિંગ કમિશનર વૈશાલીબેન ,કબ બુલબુલ લીડર કલ્પનાબેન, ગાઈડર નીલમબેન ,સરપંચ શ્રી રમેશસિંહ એચ મકવાણા તથા તલાટી શ્રી પંકજભાઈ ,હાઈસ્કૂલના આચાર્યશ્રી શેતાનસિંહ પણ જોડાયા હતા .સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિમાલય વુડ બેઝ શૈલેષકુમાર જી પટેલ સ્કાઉટ માસ્ટરે કર્યું હતું. જ્યોત્સના બેન વી મેણાત ગાઈડ કેપ્ટન પણ જોડાયા હતા. ત્રિરંગા યાત્રા શ્રી દુધેશ્વર મહાદેવથી ચાલુ કરી ગોગા મહારાજના મંદિરથી મોવડીયા થઈ કરોલ ગ્રામ પંચાયત સુધી યોજાઇ હતી .સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમ થી સુગંધિત બન્યું હતું.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.