જામજોધપુરના શેઠવડાળા ગામે ખાણીપીણીની દુકાન, હોટેલનું ચેકીંગ કરાયું - At This Time

જામજોધપુરના શેઠવડાળા ગામે ખાણીપીણીની દુકાન, હોટેલનું ચેકીંગ કરાયું


મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.અલ્તાફના માર્ગદર્શન હેઠળ જામજોધપુર તાલુકામાં આવેલ શેઠવડાળા ગામે ઠંડાપીણાની દુકાનો, ખાણીપીણીની લારીઓ, હોટેલ્સ, લોજ વગેરે સ્થળો પર આરોગ્યલક્ષી ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વેપારીઓને ચોમાસાની ઋતુને અનુલક્ષીને કોઈપણ જાતનો વાસી ખોરાક, વાસી ઠંડાપીણા, વાસી શાકભાજીનો ઉપયોગ ન કરવા તેમજ આરોગ્યલક્ષી સાર સંભાળ રાખવા માટે જરૂરી સુચના આપવામાં આવી હતી.

આ સમગ્ર ચેકીંગ દરમિયાન તાલુકા કક્ષાએથી ટી.એમ.પી.એચ. અપારનાથીભાઈ, એમ.પી.એચ.એસ. પિયુષભાઈ રાવલ, સી.એચ.ઓ. વિવેકભાઈ સોલંકી, એમ.પી.એચ.ડબ્લ્યુ. દર્શનભાઈ વાળા, પોલીસ સ્ટાફ તરફથી જયરાજસિંહ જાડેજા અને પાટડિયાભાઈએ ફરજ બજાવી હતી. તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.