તહેવારો આવી ગયા છતાં મહીસાગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ નો પગાર ન થયો
મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ નો પગાર દર મહિનાની જેમ આ મહિને પણ પગાર થયો નથી આ મહિનામાં અનેક તહેવારો હોવા છતાં પગાર ન થવાના કારણે કર્મચારીઓને ઘર
ચલાવવું મુશ્કેલ બની ગયું છે
છેલ્લા ઘણા મહિનાઓથી આરોગ્ય કર્મચારીઓ નો પગાર 20 તારીખ સુધી થતો નથી પરિણામે અનેક આરોગ્ય કર્મચારીઓ એ લોન લીધેલ હોય તે બેંક લોન ના હપ્તા બાઉન્સ થાય છે જેના કારણે કર્મચારીઓને પેનલ્ટી પણ ભરવી પડે છે ઉપરાંત રોજિંદા વપરાશની વસ્તુઓ દુકાનોમાં દર મહિને ઉધાર લેવી પડતી હોય છે જેથી ઉધાર પણ કોઈ આપતું નથી અને બજેટ ખોરવાઈ જાય છે આરોગ્ય કર્મચારીઓને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી જાય છે આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે જેથી કર્મચારીઓ નો પગાર નિયમિત થાય તેવી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં મહીસાગર જીલ્લા પંચાયત ના વહીવટી કારણોસર આરોગ્ય કર્મચારીઓનો પગાર સમયસર થતો નથી આ ઓગસ્ટ મહિના માં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મહત્વના તહેવારો હોવા છતાં આજદિન સુધી આરોગ્ય કર્મચારીઓનો પગાર થયો નથી જેથી આરોગ્ય કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળેલ છે અને વહેલી તકે પગાર થાય તેવી માંગ કરવામાં આવેલ છે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.