હિન્દુ યુવા સંગઠન-સાવરકુંડલા દ્વારા જન્માષ્ટમીને અનુલક્ષીને કાન્હા પેઇન્ટીંગ કોમ્પિટીશન યોજાઇ - At This Time

હિન્દુ યુવા સંગઠન-સાવરકુંડલા દ્વારા જન્માષ્ટમીને અનુલક્ષીને કાન્હા પેઇન્ટીંગ કોમ્પિટીશન યોજાઇ


હિન્દુ યુવા સંગઠન-સાવરકુંડલા દ્વારા જન્માષ્ટમીને અનુલક્ષીને કાન્હા પેઇન્ટીંગ કોમ્પિટીશન યોજાઇ

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન સાવરકુંડલા દ્વારા દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તેમજ જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે કાન્હા પેઇન્ટીંગ કોમ્પિટીશનનું સુંદર આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ચાર કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધેલ. જેમાં ધો. ૧ થી ૧૨ તેમજ કોલેજ અને ઓપન કેટેગરીના સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધેલ. આ સ્પર્ધામાં કુલ ૧૩૨ સ્પર્ધકોએ ભાગ લીધેલ. જેમાં ઉંમર ૫ વર્ષના બાળકોથી લઇ ૭૦ વર્ષ સુધીના વડિલોએ પણ ભાગ લીધેલ.

જેમાં કેટેગરી મુજબ સૌથી સારા ચિત્રો પસંદ કરી વિજેતા સ્પર્ધકોને ઇનામો આપવામાં આવેલ. સાથોસાથ ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલ. આ સ્પર્ધામાં માનવ મંદિર આશ્રમના ભક્તિરામબાપુ આશીર્વચન આપવા પધારેલ તેમજ આર.એસ.એસ. ના મનોજભાઈ ગોહિલ તથા ચેતનભાઈ મહેતા તથા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના ધારાબેન ગોહિલ ઉપસ્થિત રહયા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી.

(યોગેશ ઉનડકટ સાવરકુંડલા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.