તિરંગા અભિયાન અંતર્ગત બાલાસિનોર તાલુકા પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યાં
મહિસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકા પોલીસ દ્વારા " હર ઘર તિરંગા" અભીયાન અંતર્ગત તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા
દેશની આનબાન અને શાન એવા તિરંગા ને ફરી આપણા આંગણે ફરકવાનો અમુલો અવસર સાંપડ્યો છે ત્યારે આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પોતાના ઘેર કાર્ય સ્થળે દુકાન અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભિયાનમાં
જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બાલાસિનોર તાલુકામાં પોલીસ સ્ટેશન પી.આઇ અમિત દેવધા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.બાલાસિનોર તાલુકા પોલીસ માર્ગો પર ઉભી રહી વાહનચાલકોને તેમજ પસાર થતા રાહદારીઓને તિરંગાનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્વતંત્ર દિનની ઉજવણી ભાગરૂપે વાહનચાલકો સહિતનાને પોતાના ઘરે તિરંગા લગાવી સમજણ આપવામાં આવી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.