સાયબર ફ્રોડના જુદા-જુદા 3 બનાવમાં પોલીસે રૂ. 6.41 લાખ પરત અપાવ્યા - At This Time

સાયબર ફ્રોડના જુદા-જુદા 3 બનાવમાં પોલીસે રૂ. 6.41 લાખ પરત અપાવ્યા


એકાઉન્ટમાં રીવર્ડ મળ્યાની લાલચમાં પોતાના ખાતાના ઈન્ટરનેટ બેંકીંગના પાસવર્ડ અજાણી લિંક પર આપી દીધાં
ક્

પોરબંદર જિલ્લામાં સાયબર ફ્રોડના અલગ-અલગ 3 બનાવ બન્યા હતા જેમાં પોરબંદરના એક નાગરીકે એકાઉન્ટમાં રીવર્ડ મળ્યાની લાલચમાં પોતાના ખાતાના ઈન્ટરનેટ બેંકીંગના પાસવર્ડ અજાણી લિંક પર આપી દેતા અરજદાર સાથે રૂ. 4,10,000 નો ફ્રોડ થયેલ, જેમાંથી રૂ. 3,40,000 રકમ પરત અપાવવામાં આપેલ,

અન્ય બનાવમાં એક નાગરિકે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં રૂ. 2,78,000 ગુમાવેલ, જેમાં સંપૂર્ણ રકમ અરજદારને પરત અપાવવામાં આવેલ અને એક અરજદારે ઓનલાઈન ટાસ્ક ફ્રોડમાં રૂ. 53,000 ગુમાવેલ, જે પૈકી રૂ. 23,000 પરત અપાવવામાં આવેલ. આમ અલગ અલગ 3 બનાવમાં સાયબર પોલીસ દ્વારા 3 અરજદારોને કુલ રૂ. 6,41,000 પરત અપાવવામાં આવ્યા હતા.

સાયબર પોલીસે લોકોને અપીલ કરી
પોરબંદર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને અપીલ કરી છે કે, ક્યારેય કોઈને કોઈ પણ ઓટીપી શેર કરવા જોઇએ નહિં, તેમજ અજાણી લીંક પર પોતાના એકાઉન્ટ સંબંધિત કોઈ પણ માહિતી આપવી ન જોઇએ. ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ/ ઓનલાઈન ટાસ્ક હંમેશા ખરાઈ કરીને જ કરવું જોઇએ, અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કે ટેલિગ્રામ ચેનલ મારફતે ઈન્વેસ્ટમેન્ટ ટાળવું જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.