કન્સ્ટ્રકશન ધંધાર્થીની ઓળખ આપી ગઠિયો રૂા.5 લાખની કાર લઈ ભાગી છુટયો
માધાપર ચોકડી પાસે રિદ્ધી સિદ્ધી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે કાર ભાડે આપવાનો ધંધો કરતા ધંધાર્થી પાસેથી કન્સ્ટ્રકશનના ધંધાર્થીની ઓળખ આપી ગઠીયો રૂા.5 લાખની કાર ભાડે લઈ નાસી છુટતા ગાંધીગ્રામ પોલીસમાં છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે 150 ફુટ રીંગરોડ પર માધાપર ચોકડી પાસે સુંદરમ સીટી રેસીડેન્સીમાં રહેતા સાગર જેન્તીભાઈ પિત્રોડા (ઉ.29)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જયદીપ જગદીશ વાઘેલા, રહે. અક્ષરનગર ગાંધીગ્રામનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવેલ હતું કે તેઓ પોતાના ઘરે રિદ્ધી સિદ્ધી ટુર્સ નામની ઓફિસ રાખી કાર સેલ્ફડ્રાઈવમાં ભાડે આપવાનું કામ કરે છે. ગઈ તા.16/7ના તેમને જયદીપ વાઘેલાનો ફોન આવેલ કે મારે કાર બે દિવસ ભાડે જોઈએ છે જેથી તેણે એક દિવસનું ભાડું રૂા.1700 લેખે કહેલ હતું.
થોડીવાર બાદ તે ઓફિસે આવેલ અને લાઈસન્સ તેમજ આધારકાર્ડની કોપી આપેલ હતી. બાદમાં તે કાર નં. જી.જે.3.એન.એફ.0646 ભાડે આપેલ અને તેને બે દિવસનું રૂા.3400 ભાડુ ઓનલાઈન આપેલ હતું. તેમજ તે કાર લેવા આવેલ ત્યારે પોતાનું બાઈક સાથે લઈ આવેલ જે ફરિયાદીના ઘરે પાર્કીંગમાં મુકી ગયેલ હતો.
બે દિવસ પુરા થતા આરોપીઓએ ફોન કરેલ કે મારે વધારે ત્રણ દિવસ ભાડે કાર રાખવી છે જેમને હા પાડતા આરોપીએ રૂા.5100 ભાડુ ઓનલાઈન કરી આપેલ હતું. બાદ તા.20/7ના ફરીથી આરોપીનો ફોન આવેલ કે મારે હજુ તા.26/7 સુધી કાર ભાડે રાખવી છે જેનું ભાડુ હું તમને ઓનલાઈન કરી આપું છું તેમ કહી તેણે ઓનલાઈન રૂા.10000 ચુકવી આપેલ હતા.
તા.27/7ના આરોપીને ફોન કરતા તેમણે જણાવેલ કે હજુ એક અઠવાડીયુ કાર ભાડે રાખીશ તેનું ભાડુ હું તમને ચુકવી આપીશ તેમ વાત કરેલ હતી. બાદમાં તા.1ના ફરિયાદીએ ગાડી પરત માંગતા આવતીકાલે તમારી ગાડી પરત આપી જઈશ તેમ વાત કરેલ હતી.
બાદમાં ગાડી આપવા બાબતે અવારનવાર ફોન કરવા છતાં તે ગલ્લાતલ્લા કરવા લાગેલ હતો. જેથી રૂા.5 લાખની કાર ભાડે લઈ જઈ આરોપીએ પરત ન આપી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.