વઢવાણ તાલુકાના એક ગામની સગીરાને મોબાઈલ ફોન આપીને એક શખ્સે સગીરાના ભાઈ અને મામાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું. - At This Time

વઢવાણ તાલુકાના એક ગામની સગીરાને મોબાઈલ ફોન આપીને એક શખ્સે સગીરાના ભાઈ અને મામાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું.


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના એક ગામની સગીરા શાળાએ જાય ત્યારે ગામના બે યુવાનો બાઈક લઈને પાછળ જતા હતા અને સગીરાને મોબાઈલ ફોન આપ્યો હતો જેમાંથી એક શખ્સે સગીરા સાથે કુકર્મ આચર્યુ હતુ શાળામાં સગીરા પાસેથી મોબાઈલ મળતા સમગ્ર બનાવ સામે આવતા સગીરાના પિતાએ જોરાવરનગર પોલીસ મથકે બન્ને યુવાનો સામે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે સુરેન્દ્રનગરમાં રહેતા એક પરિવારની 13 વર્ષીય પુત્રી તેના મામાના ઘરે વઢવાણ તાલુકાના એક ગામમાં રહે છે અને અભ્યાસ કરે છે ગત એપ્રિલમાં શાળામાં અભ્યાસ દરમિયાન સગીરા પાસેથી મોબાઈલ મળી આવતા વાલીને શાળાએ બોલાવાયા હતા જેમાં પુછપરછ કરતા ગામનો મહેશ ભુપતભાઈ બરીપા અને મેહુલ રાજુભાઈ ભાલોડીયા સગીરા શાળાએ જાય કે ઘરે પરત આવે ત્યારે પાછળ-પાછળ બાઈક લઈને આવતા હતા અને તેઓએ મોબાઈલ આપ્યો હોવાનું સામે આવ્યુ હતુ બાદમાં ઘરે ગયા બાદ સગીરાએ આપવીતી જણાવતા કહ્યુ કે મેં મોબાઈલ લેવાની ના પાડી તો બન્નેએ મામા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી જયારે મોબાઈલમાં અવારનવાર ફોનમાં વાતો કરતા હતા આ ઉપરાંત ગામના એક બંધ મકાનમાં લઈ જઈ મહેશે સગીરા સાથે કુકર્મ કર્યુ હતુ આ અંગે સગીરાના પિતાએ મહેશ ભુપતભાઈ બરીપા અને મેહુલ રાજુભાઈ ભાલોડીયા સામે જોરાવરનગર પોલીસ મથકે પોકસો એકટ અંતર્ગત દુષ્કર્મની ફરિયાદ તા. 29-5-24ના રોજ નોંધાવી હતી અને પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈને જેલ હવાલે કર્યા હતા જેમાં જેલવાસ ભોગવતા આરોપી મેહુલે જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ. પી. સભાણીએ દલીલો કરી જણાવ્યુ કે, આરોપીની ચાર્જશીટ અગાઉની જામીન અરજી નામંજુર થઈ છે ચાર્જશીટ રજુ થવી એ નવુ કારણ નથી આથી સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ એમ. એ. કડીવાલાએ અરજદાર આરોપી મેહુલ ભાલોડીયાની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.