સુરેન્દ્રનગરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી મુસાફરમા સ્વાંગમાં લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ. - At This Time

સુરેન્દ્રનગરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી મુસાફરમા સ્વાંગમાં લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ.


LCB એ યુવતી સહીત બે શખ્સને રૂ.1,66,000 નો મુદ્દામાલ કબજે કર્યો.

સુરેન્દ્રનગર શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી મુસાફરમા સ્વાંગમાં લૂંટ ચલાવતી ગેંગની યુવતી સહીત બે શખ્સને એલસીબી પોલીસે રોકડ રકમ, મોબાઇલ તેમજ રિક્ષા સહીત કુલ રૂપિયા 1.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગર શહેરમાં એકલદોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડી પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં બેસી લૂંટ ચલાવતી ગેંગે તરખાટ મચાવ્યો હતો જેમાં તાજેતરમાં જ વઢવાણ તાલુકાના વેળાવદર ગામના રમેશભાઇ જીવણભાઇ મોરીને રિક્ષામાં બેસાડી તેમના પર્સમાં રહેલ રૂપિયા 10 હજારની ચોરી અંગેની ફરીયાદ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી ત્યારે મુસાફરોને લૂંટતી આ ગેંગને ઝડપી લેવા માટે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં અને એલસીબી પોલીસ ટીમે સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ હાલતમાં રિક્ષા લઇ પસાર થતાં અમીતભાઇ દિનેશભાઇ ઉકેડીયા રહે પોપટપરા રાજકોટ અને અનિશાબેન નજીરભાઇ ફકીર રહે નવાગામ ક્વાર્ટરસ વાળાને ઝડપી લીધા હતાં આ બન્ને પાસેથી પોલીસે એક રિક્ષા, બે મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ સહીત કુલ રૂ.1,66,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બન્નેની પુછપરછ કરતા મુસાફરોને લૂંટવામાં રાજકોટ પોપટપરામાં રહેતા ધનજી ઉર્ફે ધનો કાળો ચોર દેવજીભાઇ ગેડાણી પણ સામેલ હોવાની કબુલાત કરતા એલસીબી પોલીસે વધુ તપાસની કામગીરી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખન છે કે, મુસાફરોને લૂંટતી આ ગેંગના બન્ને યુવાનો વિરૃધ્ધ રાજકોટ અને મોરબીમાં કુલ 21 જેટલા અલગ અલગ ગુન્હાઓ નોંધાઇ ચુક્યા છે ત્યારે રાજકોટ બાદ આ ગેંગ સુરેન્દ્રનગરમાં સક્રીય થઇ હતી પરંતુ એક ગુન્હાને અંજામ આપ્યા બાદ તુરંત જ પોલીસે ગેંગના બે વ્યક્તિને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.